Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ બાજુમાં જ ઊભી હતી. આ સમાચાર સાંભળીને માર્કોની થોડી વાર મૌન રહ્યા. તદ્દન નિઃશબ્દ. પછી કશુંય બોલ્યા વિના ઊભા થઈને પિયાનો પાસે ગયા અને પોતાના મનપસંદ સૂર વગાડવા લાગ્યા. પતિની આવી વિચિત્ર વર્તણૂક જોઈને શ્રીમતી માર્કોનીને ચિંતા થઈ. આઘાતને કારણે ચિત્ત ક્ષુબ્ધ તો થઈ ગયું નથી ને ! એમણે લાગણીસભર અવાજે માર્કોનીને પૂછયું, “પ્રિયે ! તમે અસ્વસ્થ તો નથી થઈ ગયા ને ?” માર્કોનીએ કહ્યું, “ના. હું પૂર્ણપણે સ્વસ્થ છું. મારી લેશમાત્ર ફિકર કરીશ નહીં. બધું બરાબર છે.” આટલું બોલ્યા પછી માર્કોનીએ દૃઢ અવાજે કહ્યું, “હવે આજથી હું વધુ ઉત્સાહભેર ‘સ્ટેશન’ રચવા માટે કામ કરીશ. કોઈ પણ બાબત કે કોઈ પણ અવરોધ મને મારા ધ્યેયથી ચલિત કરી શકશે નહીં.” માર્કોનીના આ સંકલ્પમાંથી વિશ્વને કેટલીય વધુ શોધ મળી. કારમી ગરીબીને કારણે અબ્રાહમ લિંકન ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવતા અને પુસ્તકની. વાંચીને પાછાં આપી આવતા. એ સમયે ‘અમેરિકાનું જીવન” નામનું એક પુસ્તક કિંમત પ્રગટ થયું. અબ્રાહમ લિંકનને એ વાંચવાની તાલાવેલી જાગી. ગ્રંથાલયમાંથી પણ એ પુસ્તક મળ્યું નહીં, પરંતુ તપાસ કરતાં ખબર પડી કે પોતાના પડોશીને ત્યાં એ પુસ્તક છે. અબ્રાહમ લિંકન એની પાસે ગયા અને પુસ્તક વાંચવાની પોતાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરી. પડોશીએ પુસ્તક તો આપ્યું પરંતુ સાથોસાથ તાકીદ કરી કે બે-ચાર દિવસમાં વાંચીને પાછું આપી જજે. પુસ્તક બગડે નહીં કે ફાટી જાય નહીં, તેની ચીવટ રાખજે. અબ્રાહમ લિંકને પુસ્તક વાંચવા માંડ્યું. આખો દિવસ એ પુસ્તકની સૃષ્ટિમાં ડૂબેલા રહ્યા. સતત વાંચતા જાય. એક રાત્રે ઊંઘ આવતાં એ પુસ્તક બારી પાસે મૂકીને સુઈ ગયા. રાત્રે વરસાદ પડયો અને વરસાદની વાછટને લીધે પુસ્તક પલળી ગયું. સવારે પુસ્તકની આ દશા જોઈ ત્યારે અબ્રાહમ લિંકનના પેટમાં ફાળ પડી. અરે ! પડોશીને વચન આપ્યું હતું કે પુસ્તક બરાબર જીવનનું જવાહિર જન્મ : ૨૫ એપ્રિલ, ૧૮૭૪, બોલૉગ્ના, ઇટાલી અવસાન : ૨૦ જુલાઈ, ૧૯૩૭, રોમ, ઇટાલી ૫૦ જીવનનું જવાહિર ૫૧

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82