Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ વિચારને સાકાર કરવા માટે એડિસન એક પછી એક પ્રયોગો કરવા લાગ્યો અને એણે એક એવું યંત્ર બનાવવાનો નિશ્ચય કર્યો કે જે સરસરીતે કામ કરી શકે. એણે પોતાના સહાયકોને પોતાનો આ વિચાર કહ્યો અને યંત્ર બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી. આમાંથી એણે ૧૮૭૭માં ગ્રામોફોનની શોધ કરી. સ્વયં થોમસ આલ્વા એડિસન પોતાની તમામ શોધોમાં આ ગ્રામોફોનની શોધને સહુથી વધુ મહત્ત્વની ગણતા હતા અને એ માટે પોતાની જાતને ગૌરવશાળી માનતા હતા. આ ગ્રામોફોને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું. આ બધું બન્યું કઈ રીતે ? આંગળીમાં પોલાદની અણી પેસી ગઈ, તેનું જ આ પરિણામ. જન્મ અવસાન : ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭, મિલાન, ઓહાયો, અમેરિકા : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ ઑરેન્જ, ન્યુજર્સી, અમેરિકા જીવનનું જવાહિર પિતા જ્હૉન એન્ડરસનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી એમના સૌથી સમય સ્નાનમાં મોટા પુત્ર હૅરીને માટે સ્કૂલથી આગળ અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો. તેઓ વ્યવસ્થિત રીતે કૉલેજશિક્ષણ મેળવી શક્યા નહીં. આવી હાલતમાં ઉમેરો એ વાતે થયો કે નબળી આંખોએ હેરીને સતત પરેશાન કર્યો. વળી ઢીંગણા અને અનાકર્ષક દેખાવને કારણે એને ઉપેક્ષા સહન કરવી પડી. પ્રારંભનાં આ વર્ષોમાં હૅરી મુખ્યત્વે ઇતિહાસનાં પુસ્તકો વાંચતો અને મનમાં અમેરિકાના ઇતિહાસમાં યાદગાર કામગીરી કરવાનાં સ્વપ્નાં સેવતો. છેક ઓગણચાલીસમા વર્ષે એણે યુનિવર્સિટી ઑવ કૅન્સાસ સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને બે વર્ષ ભણીને કાયદાશાસ્ત્રની ઉપાધિ મેળવી. પ્રારંભમાં રેલવે પછી બેંક અને ત્યારબાદ ખેતીનો વ્યવસાય અપનાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તોપખાનાના અધિકારી તરીકે પણ કામગીરી બજાવી. બીજી બાજુ કાયદાશાસ્ત્રની ઉપાધિ મેળવ્યા બાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા અને અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના રાજકારણમાં રસ લેવા લાગ્યા. જીવનનું જવાહિર ૪૭

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82