________________
રાજકીય કુનેહ અને કપરા પ્રશ્નો ઉકેલવાની સૂઝને કારણે હૅરી અમેરિકાના તેત્રીસમા પ્રમુખ બન્યા. ૧૯૪૫થી ૧૯૫૩ સુધી અમેરિકાના પ્રમુખપદે રહેનાર હૅરી ટુમેનને ગરીબીનો સાક્ષાત્ અનુભવ હતો, તેથી સાદું જીવન જીવવાનો આગ્રહ રાખતા હતા. એક વાર એમને મળવા આવેલા મુલાકાતીને જાણ થઈ કે પ્રમુખ સ્નાન કરવા ગયા છે. થોડી વારમાં સ્નાન કરીને બહાર આવશે એમ ધારીને મુલાકાતી એમની રાહ જોઈને બહાર બેઠા. પંદર-વીસ મિનિટ પસાર થઈ ગઈ. પ્રમુખ હૅરી ટુમેન બહાર નહીં આવતાં મુલાકાતી અકળાયા અને એણે પ્રમુખના નોકરને પૂછ્યું,
“ભાઈ, પ્રમુખશ્રી સ્નાનમાં કેટલો સમય વિતાવે છે ? વીસેક મિનિટથી અહીં બેઠો છું, પણ હજી બહાર નીકળ્યા નથી.”
એમના નોકરે કહ્યું, “સાહેબ માત્ર સ્નાન કરવા માટે જ બાથરૂમમાં જતા નથી.”
મુલાકાતીએ જરા વ્યંગ્યમાં પૂછ્યું, “તો પ્રમુખશ્રી બાથરૂમમાં બીજાં કામો પણ કરતા લાગે છે ?”
“હા. તેઓ સ્નાન કરતાં પૂર્વે પોતાનાં કપડાં જાતે ધુએ છે અને પછી સ્નાન કરે છે.”
४८
જન્મ : ૮ મે ૧૮૮૪, લામાર, મિસૂરી, અમેરિકા અવસાન : ૨૬ ડિસેમ્બર ૧૯૭૨, કેન્સાસ સીટી, મિસૂરી, અમેરિકા
જીવનનું જવાહિર
સ્ટેશનની શોધ
મહાન વૈજ્ઞાનિક ગુંગડીડમો માર્કોનીએ એના અવનવા શોધ
સંશોધનથી સમગ્ર વિશ્વને ચકિત કરી દીધું. એણે વાયરલેસ ટેલિગ્રાફીની શોધ કરી અને સંદેશા સંચારની દુનિયામાં નવી ક્રાંતિ સર્જી.
વૈજ્ઞાનિક માર્કોનીએ અત્યંત પરિશ્રમથી અને પુષ્કળ નાણાં ખર્ચીને એક ‘સ્ટેશન’ ઊભું કર્યું હતું. આ ‘સ્ટેશન’ દ્વારા ભવિષ્યમાં એકએકથી ચડિયાતી શોધોનાં દ્વાર ખૂલી જશે તેવી એને આશા હતી. શોધ-સંશોધનની દુનિયામાં હરણફાળ ભરી શકશે, તેમ એ માનતો હતો.
થોડો સમય તો માર્કોનીના આ ‘સ્ટેશને’ બરાબર કામગીરી બજાવી, પણ એક દિવસ એમાં કશુંક ખોટવાયું અને પરિણામે મોટી આગ લાગી ગઈ. આ આગમાં માર્કોનીએ જેને આધારે ઉજ્જ્વળ ભાવિનાં સ્વપ્નાં સેવ્યાં હતાં, એવું ‘સ્ટેશન’ બળીને ખાખ થઈ ગયું.
માર્કોનીના કોઈ પરિચિતે આ આગ જોઈ અને તે દોડતા
માર્કોનીને આ દુઃખદ સમાચાર આપવા માટે એમના ઘેર પહોંચી ગયા. માર્કોનીએ આ સમાચાર જાણ્યા ત્યારે એમની પત્ની
જીવનનું જવાહિર
૪૯