Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ લઈને લેનિન વાંચવા લાગ્યા. વાળંદે ખુદ લેનિનને વિનંતી કરી, “મહેરબાની કરીને તમે આવો. તમારે ઘણાં જવાબદારીભર્યાં કાર્યો કરવાનાં હોય છે, તેથી તમને અગ્રતા આપીએ છીએ. તમારો સમય ઘણો મૂલ્યવાન છે.” લેનિને દઢતાથી કહ્યું, “આ સમાજમાં કોઈનુંય કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું કે મહત્ત્વનું નથી. મજૂર, શિક્ષક, ઇજનેર કે પક્ષના સેક્રેટરી એ સહુનું કામ સરખા મહત્ત્વનું છે. આ જ આપણો સિદ્ધાંત, આપણી શિસ્ત અને આપણું કર્તવ્ય છે. કોઈનાય કરતાં કોઈ ઊંચો કે કોઈ નીચો નથી. હું આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં કોઈ દાખલો બેસાડવા ચાહતો નથી. માફ કરજે મને.” ૫૪ જન્મ : ૨૨ એપ્રિલ, ૧૮૭૦, ઉત્પાનવીસ્ક, રશિયા અવસાન : ૨૧ જાન્યુઆરી, ૧૯૨૪, ગોર્કી લેનિનસ્કાય, રશિયા જીવનનું જવાહિર મારું દેશબંધુત્વ ધા યુવા જિયાતપણે લશ્કરી રિય સત્યના શોધક તત્ત્વચિંતક સૉક્રેટિસના વિચારોએ ગ્રીસમાં વિચારોની એક નવી હવા ફેલાવી. એ સમયે ગ્રીસના ઍથેન્સ નગરમાં એવો કાયદો હતો કે લેવું. આ કાનૂનને કારણે તત્ત્વચિંતક ૉક્રેટિસે લશ્કરી તાલીમ લીધી અને સમય જતાં આ વિચારક કરમાં જોડાયા. એ સમયે ડેલિયમના યુદ્ધમાં ઍથેન્સનો પરાજય થયો. ન્સવાસીઓ રણમેદાન છોડીને અથેન્સ તરફ ભાગી રહ્યા આ સમયે અથેન્સનો જેનોફન નામનો સૈનિક ઘાયલ ને રસ્તામાં પડ્યો હતો. એના ઘામાંથી લોહી વહેતું હતું. એ બચવા માટે જોરજોરથી ચીસો પાડતો હતો, પરંતુ પાછળથી દુશ્મનના હુમલાનો ભય હોય ત્યારે ઊભું કોણ રહે ? આથી બધા જેનોન પર માત્ર દયાદૃષ્ટિ નાખીને ઍથેન્સ તરફ નાસતા હતા. સૉક્રેટિસ આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જેનોફનને જોયો. એ ઊભા રહી ગયા. એના ઘા સાફ કરવા માંડ્યા. અને પાણી પિવડાવ્યું અને પછી એને પીઠ પર નાખીને અથેન્સ તરફ લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. જીવનનું જવાહિર ૫૫

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82