Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ “પરંતુ મારી પાસે આટલા ડૉલર નથી.” ચબરાક હોટલ મૅનેજરે કહ્યું, “કંઈ વાંધો નહીં, તમે ચેક લખી આપો." “પરંતુ અહીં મારી પાસે ચેકબુક નથી.” હોટલ મૅનેજરે પોતાની સાદી ચેકબુકમાંથી એક ચેક ફાડીને એમને આપ્યો અને હરફોર્ડને એ લખવા કહ્યું. ઓલિવર હરફોર્ડે ચેક પર પોતાની સહી કરી અને રકમ પણ લખી. “પરંતુ મહાશય, આપે બેંકનું નામ તો લખ્યું નથી.” મૅનેજરે વાંધો લીધો. ઓલિવર હરફોર્ડે જવાબ આપ્યો, “કોઈ સારી બેંકનું નામ તમે જ કહોને ? એમાંથી રકમ ઉપાડી લેજો." ૧૮ જન્મ અવસાન - ૧૮૬૩, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ - ૫ જુલાઈ, ૧૯૩૫, ન્યૂયૉર્ક સિટી, ન્યૂમાંકે, અમેરિકા જીવનનું જવાહિર સેવાની જલતી જ્યોત નોબેલ પારિતોષિક વિજેતા અને વિશ્વના મહાન નેતા નેલ્સન મંડેલાએ ૧૯૯૯ની ૧૪મી જૂને રાજકારણમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લીધી, પરંતુ એની સાથોસાથ એમણે એઇડ્ઝની બીમારી સામે મોટો જંગ આદર્યો. જગતના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ કે સમર્થ રાજકારણીએ નિવૃત્તિ લીધા પછી પ્રજાકલ્યાણને માટે કોઈ રોગના પ્રતિકાર કાજે આવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હશે. નેલ્સન મંડેલાને એમ લાગતું હતું કે પોતે જ્યારે શાસન સંભાળતા હતા, ત્યારે એઇડ્ઝના વિશ્વવ્યાપી પ્રશ્ન પર પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા. નેલ્સન મંડેલાના પુત્ર મકગાથોનું ૨૦૦૫માં એઇડ્ઝને કારણે અવસાન થયું. આ બીમારી અંગેના વ્યાપક ભય અને અજ્ઞાન સામે જંગ ખેડવો એ જેવીતેવી વાત નહોતી. ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકાના પુખ્ત વયના લોકોની પાંચમા ભાગની વસ્તીને એચ.આઈ.વી.-એઇડ્ઝ લાગુ પડી ચૂક્યો હતો. મંડેલા જાણતા હતા કે એમના જીવનકાળ દરમિયાન આ જીવનનું જવાહિર ૧૯

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82