Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ આ વૈજ્ઞાનિકે એને કહ્યું કે કોઈ ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી, મને નિરાંતે ઊંઘવા દો. સાપેક્ષવાદના આ સિદ્ધાંતે વિશ્વના કેટલાય વૈજ્ઞાનિકોની ઊંઘ વેરણ કરી દીધી. એમાં આઇન્સ્ટાઇને એના વિચારો એટલી ચોક્સાઈથી રજૂ કર્યા હતા કે એની વાતને નકારી શકાય તેમ નહોતી. આને માટે આઇન્સ્ટાઇને કોઈ પ્રયોગશાળામાં કાર્ય કર્યું નહોતું, પરંતુ પોતાના ચિત્તની પ્રયોગશાળામાં આ સિદ્ધાંતો પર એ પ્રયોગ કરતો રહ્યો અને તેથી જ કેટલાકે એવો પ્રશ્ન પણ કર્યો, “તમારા આ વિચારો લોકો સ્વીકારશે ખરા ? તમે પ્રયોગશાળામાં પ્રયોગો કરીને તો કશું નોંધ્યું નથી.” ત્યારે આઇન્સ્ટાઇન ઉત્તર આપતો, “આને માટે કોઈ પ્રાયોગિક આધારની જરૂર નથી. આ તો બધું દીવા જેવું સ્પષ્ટ છે.” મન રૂપી પ્રયોગશાળાની મદદથી આઇન્સ્ટાઇને એવાં રહસ્યોની શોધ કરી, જે રહસ્યોની નજીક પણ માનવીનું મન પહોંચી શક્યું નહોતું. લોકમેદનીના પ્રચંડ હર્ષનાદની વચ્ચે લંડનના વિશાળ સભાગૃહનો મંચ ઓ માઉન્ટ પર ઍવરેસ્ટ વિજેતા એડમન્ડ હિલેરીએ પ્રવેશ કર્યો. ત્યારે વાતાવરણમાં અનેરો ઍવરેસ્ટ ! આનંદ અને ઉલ્લાસ છલકાઈ રહ્યા. એડમન્ડ હિલેરીએ માઇક હાથમાં લઈને કહ્યું, “તમે તમારાં સ્વપ્નોને બરાબર પકડી રાખજો, કારણ કે તમે માનવી તરીકે સતત વિકસતા રહો છો, તેથી તમે એ સ્વપ્નોને સત્ય પુરવાર કરી શકશો.” એડમન્ડ હિલેરીનું મહાન સ્વપ્ન હતું ઍવરેસ્ટ પર વિજય મેળવવાનું. આને માટે એણે અથાગ મહેનત કરી અને ૧૯૫૨માં ઍવરેસ્ટ આંબવાનો પ્રયાસ કર્યો. એડમન્ડ હિલેરીનો એ પ્રયાસ નિષ્ફળ ગયો અને એ પોતાના વતનમાં પાછો ફર્યો. એ સમયે વિશ્વની કોઈ પણ વ્યક્તિ ઍવરેસ્ટ સર કરી શકી નહોતી, તેથી ઍવરેસ્ટના શિખરે પહોંચવાનું હિલેરીનું સ્વપ્ન કોઈ જેવુંતેવું સ્વપ્ન નહોતું, પણ હતાશ થનારો હિલેરી નહોતો. એણે પોતાના ઘરના ખંડની દીવાલ પર એવરેસ્ટનું જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, કુલ્મ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પંપ, પ્રિન્ટેન, ન્યૂજર્સી, અમેરિકા ૩૪ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર રૂપ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82