Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ ચિત્ર દોર્યું અને પછી પોતાનો પ્રબળ સંકલ્પ જાહેર કરતો હોય તેમ ઍવરેસ્ટના ચિત્રને ઉદ્દેશીને બોલ્યો, “ઓ માઉન્ટ ઍવરેસ્ટ ! તેં મને એક વાર પરાજિત કર્યો, પરંતુ હવે તું પરાજિત થવાનો છે. કારણ એટલું જ કે તારે જેટલું વિકસવાનું હતું તેટલું તું વિસ્તરી-વિકસી ચૂક્યો છે, જ્યારે હું હજી વિકસી રહ્યો - એડમન્ડ હિલેરીએ પુનઃ પ્રયત્ન આરંભ્યો. ૨૯૦૨૮ ફૂટ ઊંચું વિશ્વનું આ સૌથી મોટું શિખર આંબવાનો એણે પ્રયાસ કર્યો અને ૧૯૫૩ની ૨૯મી મેએ એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ એવરેસ્ટનું શિખર સર કર્યું અને પોતાના સ્વપ્નો સાચાં ઠેરવ્યાં. ભગવાન બુદ્ધના સમકાલીન અને ચીન, જાપાન અને કોરિયાની સંસ્કૃતિ આચરણની પર પ્રગાઢ અસર પાડનાર તત્ત્વવેત્તા અને | ભેટ ધર્મસંસ્થાપક કંફ્યુશિયસે એમના ઉપદેશોમાં સદાચારનો સવિશેષ મહિમા કયો. સદાચારી જીવન એ જ માનવમાત્રનું ધ્યેય હોવું જોઈએ એવું કહેનારા આ માનવતાવાદીએ પ્રેમ, દાન, ક્ષમા, તપ, સહિષ્ણુતા અને કર્તવ્યપાલન જેવા ગુણોથી માનવીને સાચા સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે એવો બોધ આપ્યો. તેઓ માનતા કે ઉપદેશને આચરણમાં ઉતારો, તો જ એ સાર્થક. પોતાના આ આદર્શોને પોતાના આચરણમાં ઉતારવા માટે એમણે રાજાની નોકરી ત્યજી દીધી. આને પરિણામે એમની પાસે પહેરવા માટે પૂરાં વસ્ત્રો કે ખાવાને માટે અન્ન નહોતું, પરંતુ આ સદાચારી વિચારશીલ મહાત્માને એનું સહેજે ય દુઃખ નહોતું. જન્મ : ૨૦ જુલાઈ, ૧૯૧૯, આંકલેન્ડ, ન્યૂઝીલેન્ડ અવસાન : ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮, આંકલેન્ડ, ન્યૂઝીલેન્ડ એમના શિષ્યો ગુરુની આવી નિર્ધનતા જોઈને પરેશાન થઈ ગયા. આમાં કેટલાંક અત્યંત ધનવાન વ્યક્તિઓ પણ હતી જીવનનું જવાહિર ૩૬ જીવનનું જવાહિર - ૩૭

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82