Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ મવેલે પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ચિત્રકાર પ્રસન્ન થયો. ક્રમવેલ જેટલો સાહિસક અને વીર હતો, એટલો જ કુરૂપ હતો. એના ચહેરા પર એક ઘણો મોટો મસો હતો, જેને કારણે એનો દેખાવ વિચિત્ર અને અતિ બેડોળ લાગતો હતો. ચિત્રકારે આ સમર્થ શાસકની તસવીર બનાવી, પરંતુ જાણી જોઈને એમાંથી ચહેરાને બેડોળ બનાવનારો મસો દૂર કરી દીધો. તસવીરમાં ક્રૅમવેલ અત્યંત સુંદર લાગતો હતો. ચિત્રકાર જ્યારે ચિત્ર લઈને ક્રૉમવેલ પાસે ગયો, ત્યારે એ જોઈને ક્રૅમવેલે કહ્યું, “તેં ખૂબ સુંદર કલાકૃતિનું સર્જન કર્યું છે, પરંતુ તે મારી નથી. બીજાની હોય તેવી લાગે છે.” ચિત્રકાર લિવર ક્રૉમવેલની વાતનો મર્મ પારખી ગયો. બીજે દિવસે બીજી તસવીર લઈને એમની પાસે પહોંચ્યો. આ તસવીર જોઈને ક્રૅમવેલ પ્રસન્ન થયા અને બોલ્યા, “હા, બસ, આ મારું ચિત્ર છે. વ્યક્તિમાં પોતાની ખામીઓને જોવાની અને સ્વીકાર કરવાની હિંમત હોવી જોઈએ.” ૩૨ જન્મ - ૨૫ એપ્રિલ, ૧૫૯, ઈંટિંગ્ઝન, ઇંગ્લેન્ડ અવસાન : ૩ સપ્ટેમ્બર, ૧૯૫૮, વ્હાઇટ કૉલ, લંડન, ઇંગ્લૅન્ડ જીવનનું જવાહિર મનની પ્રયોગશાળા હતા. નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ચિત્તમાં ભિન્ન ભિન્ન પ્રકારના વિચારો જાગતા હતા. એના મિત્રો એના આ વિચારો સાંભળીને એને તરંગી કે તુક્કાબાજ કહીને હસી કાઢતા યુવાનોની મિત્રમંડળી સાથે આઇન્સ્ટાઇન પોતાના વિચારોની ચર્ચા કરતો. વિજ્ઞાનની પ્રચલિત પ્રણાલીની વિરુદ્ધની એની વાતો સાંભળીને કેટલાક એનો અસ્વીકાર કરતા, તો કેટલાક મિત્રો અને પુષ્ટિ આપતા હતા. ઈ. સ. ૧૯૦૫માં જૂનમાં એણે જર્મનીના એક વિખ્યાત સામયિકમાં પોતાનો લેખ મોકલ્યો. આ લેખમાં એણે ઘણા નવા ખ્યાલો રજૂ કર્યા હતા અને પોતાના એ નવીન સિદ્ધાંતોને દર્શાવવા માટે એણે ‘રિલેટિવિટી’ (સાપેક્ષવાદ) નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. સાપેક્ષવાદ અંગેનો લેખ મોકલીને આઇન્સ્ટાઇન ઘેર આવ્યો અને થાકીને લોથપોથ થઈ ગયો હોય તેમ પથારીમાં પડ્યો. મિલેવાને એમ લાગ્યું કે આઇન્સ્ટાઇનને તાવ આવ્યો છે, પરંતુ કે જીવનનું જવાહિર ૩૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82