________________
મનમાં ઘૂમતા વિચારોને રજૂ કરવા માટે એણે ચર્ચાપત્રો લખવાનું શરૂ કર્યું. એ વિચારવા લાગ્યો કે કમ્પોઝ કરી જાણું છું, લખાણ લખી જાણું છું, ત્યારે મારા વિચારો પ્રગટ કરવા પોતીકું અખબાર પ્રગટ કરે તો કેવું?
બસ, પછી તો રાતદિવસ ગેરિસનના મનમાં પોતાના અખબારનાં સ્વપ્નો આવવા લાગ્યાં. પોતે વિચારે, પોતે લખે અને પોતે જ કમ્પોઝ કરીને અખબાર પ્રગટ કરે.
અંતે એક દિવસ સ્વપ્નસિદ્ધિ થઈ. એણે “ફ્રી પ્રેસ’ નામનું અખબાર શરૂ કર્યું અને નિર્ભયતાથી પોતાના વિચારો પ્રગટ કરવા લાગ્યો.
એણે અમેરિકામાં પ્રવર્તતી ગુલામીની પ્રથા સામેના પોતાના અવાજને બુલંદ કર્યો.
સત્યપ્રિય અને નીડર પત્રકાર તરીકે વિલિયમ ગેરિસન સર્વત્ર આદર પામ્યો.
સત્તર મી સદી દરમિયાન
ઇંગ્લેન્ડમાંથી રાજાશાહી દૂર કરનાર ખામીઓનો સેનાપતિ ઑલિવર ફ્રેમવેલ સીધાસાદા
ધાર્મિક મનોવૃત્તિવાળા સગૃહસ્થ હતા, સ્વીકાર
પરંતુ સંજોગોએ એમના જીવનમાં એવો
પલટો આણ્યો કે તેઓ ઉચ્ચ કક્ષાના રાજનીતિજ્ઞ બન્યા.
એમણે રાજાશાહી દૂર કરીને ઇંગ્લેન્ડને કૉમનવેલ્થ અર્થાત્ પ્રજાસત્તાક જાહેર કર્યું અને સમય જતાં તેઓ દેશનો વહીવટ ચલાવવા માટેની સમિતિના ચેરમેન બન્યા. વહીવટીતંત્ર અને નાણામંત્રમાં સુધારા કર્યા અને ઇંગ્લેન્ડના વેપારનો વિકાસ કર્યો. દેશના નૌકાદળને મજબૂત બનાવ્યું.
ઇંગ્લેન્ડના વેપારી હરીફો હોલૅન્ડ અને સ્પેનને પરાજય આપ્યો અને આ રીતે સમગ્ર યુરોપમાં મજબૂત શાસક તરીકે ઑલિવર કૉમલે પ્રતિષ્ઠા સંપાદન કરી.
આ સમયે ઑલિવર કૉમવેલની વીરતાથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર એમની પાસે આવ્યો. એણે કહ્યું, “હું આપનું ચિત્ર દોરવા માગું છું.”
જન્મ : ૧૨ ડિસેમ્બર, ૧૮૦૫, પૂબરી પોર્ટ, મેસેચૂસે, અમેરિકા અવસાન : ૨૪, મે, ૧૮૭૯, ન્યૂયૉર્ક સીટી, ન્યૂયોર્ક, અમેરિકા
૩૦
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૩૧