Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ બન્ડ રસેલે કહ્યું, “અરે, આજે તો મેં એક સાવ વિચિત્ર લાગે એવી શોધ કરી છે.” “કઈ શોધ ? અને એમાં વિચિત્રતા શું છે ?” બર્ટાન્ડ રસેલે કહ્યું, “જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી." એ તો બરાબર, પણ એમાં વિચિત્ર શું ?” અને જ્યારે મારા માળી સાથે વાત કરતો હોઉં છું ત્યારે એથી વિપરીત વાતની એટલે કે સર્વત્ર સુખ હોવાથી મને ખાતરી થાય છે. આ છે મારી વિચિત્ર શોધ.” પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, | સરમુખત્યારે અને રાજપુરુષ જુલિયસ ગુસ્સાનો સીઝરના (ઈ. પૂ. ૧૦૦થી ૪૪) જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. ઉપાય . એકવાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યાં અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે શા માટે તમારા વિરોધીઓનાં આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપતા નથી, કે જેથી ફરી ક્યારેય આક્ષેપો કરવાનાં અટકચાળાં કરે નહીં. તમારા મૌનથી તો વિરોધીઓને વધુને વધુ આક્ષેપો કરવાની ચાનક ચઢે છે. કંઈક તો કરો.' પ્રત્યુત્તર આપવાને બદલે જુલિયસ સીઝર ખામોશ રહ્યાં મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. એમના પરમ મિત્રને દુઃખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. જીવનનું જવાહિર જન્મ : ૧૮ મે, ૧૮૩૨, ટ્રેલે, મોનમાઉથશાયર, ઇંગ્લૅન્ડ અવસાન : ૨ ફેબ્રુઆરી, ૧૯૩૦. કાર્નર ફોનશાયર, ઇંગ્લૅન્ડ ૨૬ જીવનનું જવાહિર - ૨૭

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82