________________
અસલ ગોરીલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની જરૂર નથી. એ તો પગ લાંબા કરીને વ્હાઇટ હાઉસમાં જ બેઠો છે.
આવા ગર્વિષ્ઠ, ઉદ્ધત અને તુમાખીભર્યા પોતાના પ્રખર વિરોધી સ્ટેન્ટનને અબ્રાહમ લિંકન પૂરેપૂરો ઓળખતા હતા.
વળી એમને પૂરો ખ્યાલ હતો કે સ્ટેન્ટનને કોઈ પણ કામ સોંપવામાં આવે, તો જીવ રેડીને કામ કરવાનો એનો સ્વભાવ છે અને ખંત, નિષ્ઠા અને સૂઝથી કાર્ય સિદ્ધ કરવા સમર્થ છે.
આથી અબ્રાહમ લિંકને એમનું ઘોર અપમાન કરનાર આ વિરોધીને એમની શક્તિઓ જોઈને રાષ્ટ્રને ખાતર અમેરિકાના ભીષણ આંતરવિગ્રહમાં યુદ્ધમંત્રીની અતિ મહત્ત્વની કામગીરી સોંપી.
૨૨
*
: ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, મોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વૉશિંગ્ટન ગુ. સી., અમેરિકા
જીવનનું જવાહિર
મહાન શિલ્પકાર, સ્થપતિ અને ચિત્રકાર બુઑનારાંતી માઇકલૅન્જેલોએ
આરસનું કલાજગતમાં પોતાની મૌલિક સૂઝ અને
સર્જકતાથી મોટી ક્રાંતિ કરી.
સૌંદર્ય
રેનેસાંસના આ કલાકાર વિશ્વભરમાં નવીન કળાશૈલીના સર્જક બન્યા.
માઇકલૅન્જેલો ફ્લૉરેન્સના શિલ્પકાર યોવાનીના શિષ્ય બનીને શિલ્પકલાના પાઠ શીખ્યા. ૧૫૦૧માં રોમમાંથી પોતાના નગર લૉરેન્સમાં પાછા આવતા માઇકલૅન્જેલોએ એક મહોલ્લાની બાજુમાં કચરાનો ઢગલો જોયો. એમાં કચરામાં ફેંકી દીધેલો એક વિશાળ સંગેમરમરનો ટુકડો પડ્યો હતો.
કોઈ કારીગરે આરસના આ મોટા પથ્થરમાંથી શિલ્પ કંડારવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ બરાબર ટાંકણાં ન લાગતાં એણે આરસના આ બેડોળ પથ્થરને બહાર ફેંકી દીધો હતો. સહુને દુઃખ હતું કે ઊંચી જાતનો આરસનો પથ્થર શિલ્પીની ભૂલને કારણે ફેંકી દેવો પડ્યો.
માઇકલૅન્જેલોએ શેરીના ખૂણામાં પડેલો આ કદરૂપો આરસનો મોટો પથ્થર જોયો અને એની આંખમાં ચમક આવી
જીવનનું જવાહિર
૨૩