Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ વિન્સ્ટન ચર્ચિલ જેવા રાજનીતિજ્ઞ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. આમ છતાં કોઈ એમને ‘અખૂટ સાહ્યબી’ વિશે પૂછે તો તેઓ કહેતા કે આપણે લક્ષ્મીને અને ‘સુખસાહ્યબીને માણસનું સદ્ભાગ્ય સમજીએ છીએ, પરંતુ આ જગતમાં પૈસાથી દૂર ન થઈ શકે તેવાં દુઃખોની યાદી અનંત છે. જો આવા દુઃખો અનંત હોય તો પછી માણસે શું કરવું ?’ સમરસેટ મૉમ એના ઉત્તરમાં એમ કહેતા કે ગમે તેવાં સુખદુઃખની વચ્ચે પણ જે માણસ મનપસંદ કામ શોધીને આત્મવિશ્વાસનું છત્ર ઓઢી લે છે, તેને સમજાઈ જાય છે કે જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, પણ નાસીપાસ તો ન જ થવું. ४० જન્મ : ૨૫ જાન્યુઆરી ૧૮૭૪, પૅરિસ, ફ્રન્સ અવસાન - ૧૬ ડિસેમ્બર ૧૯૬૫, નીસ, આલ્પ્સ મૅરીટાઇમ્સ, ફ્રાન્સ જીવનનું જવાહિર વીસમી સદીના અત્યંત પ્રસિદ્ધ અને સન્માનિત અદાકાર સર લૉરેન્સ ઑલિવિયરે નાટક અને ફિલ્મમાં પ્રાચીન ગ્રીક ટ્રેજેડીથી માંડીને આધુનિક અમેરિકન અને ઇંગ્લિશ નાટકોમાં સફળ ભૂમિકા ભજવી હતી, એટલું જ નહીં પણ દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ યશસ્વી સિદ્ધિ પામ્યા હતા. મદદને પાત્ર સર લૉરેન્સ લિવિયર એક વાર પોતાના મિત્ર સાથે પિકેડલી પાર કરી રહ્યા હતા. આ સમયે એમને એક ભિખારી મળ્યો અને એણે લૉરેન્સ લિવિયરને પોતાની દુઃખદ જીવનકથા કહી. એણે કહ્યું કે એ દેવામાં ડૂબી ગયો છે. એની પત્ની અશક્ત છે તથા એનાં બાળકો બીમાર છે. વન આખું આફતોથી ઘેરાઈ ગયું છે. આત્મહત્યા કરવાનો વારંવાર વિચાર આવે છે, પણ પત્ની અને સંતાનો કેવા બેહાલ થઈ જશે, એ વિચારે માંડી વાળે છે. ભગવાન કોઈને ય આવી દારુણ ગરીબી ન આપે. ભિખારીએ કરેલું ગરીબીનું વર્ણન સાંભળીને લૉરેન્સ ઑલિવિયરે એને દાનમાં મોટી ૨કમ આપી. એમના સાથી મિત્રએ સર લૉરેન્સ લિવિયરને કહ્યું, જીવનનું જવાહિર ૪૧

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82