Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલાં ઘણાં આક્ષેપભર્યુ કાગળો હતાં. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડીવાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યાં. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધાં કાગળો સળગાવી નાખ્યાં. એ તો ઘણા કિંમતી હતાં. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યાં હોત.’ આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, ‘અરે દોસ્ત, મેં વિચાર કર્યાં પછી જ આ કાગળો સળગાવ્યાં છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોત, ત્યાં સુધી એને જોઈને મને દ્વેધ ચડતો રહેત. મારે માટે બ્રેધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તનાવપૂર્વક વવાનો શો અર્થ ?' પેલા મિત્રને સીઝરની ઉદાર ભાવના સમજાઈ અને ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી. ૨૮ જન્મ અવસાન - ૧૩, જુલાઈ, ઈ.સ. પૂર્વે ૧૦૦, રોમ - ૧૫, માર્ચ, ઈ. સ. પૂર્વે ૪૪, રોમ જીવનનું જવાહિર ગુલામોના મુક્તિદાતા તરીકે જાણીતા વિલિયમ લોઇડ ગેરિસનને વિચારોની અત્યંત ગરીબીમાં બાળપણ વ્યતીત કરવું અભિવ્યક્તિ પડ્યું. એના સ્વચ્છંદી પિતા એકાએક ઘર છોડીને ચાલ્યા ગયા અને ધર્મનિષ્ઠ માતા પર કુટુંબપાલનની સઘળી જવાબદારી આવી પડી. નિરક્ષર માતા શું કામ કરે ? એણે શ્રીમંતોના ઘરમાં આયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને શ્વેત ધનિકોનાં બાળકોને ઉછેરવા લાગી. આ કામ પેટે સાવ નજીવી રકમ મળતી હતી, તેથી એને ભૂખ્યા અને ગરીબ લોકોને માટે ચાલતા સદાવ્રતમાંથી અનાજ લાવીને નિર્વાહ કરવો પડતો હતો. ગરીબ ગેરિસન ક્યાં જાય ? આખરે તેરમા વર્ષે માંડ માંડ ‘ન્યૂબરી હૅલ્ડ' નામના અખબારમાં કમ્પોઝિટર તરીકેની કામગીરી મળી. ગેરિસનને આ કામમાં ખૂબ રસ પડ્યો. એ બીબાં ગોઠવવાની સાથોસાથ અખબારના લેખોને રસપૂર્વક વાંચવા લાગ્યો. એમાં રજૂ થયેલા વિચારો સમજવા લાગ્યો. આ કમ્પોઝિટરને એક દિવસ કલમ પકડવાનું મન થયું. જીવનનું જવાહિર ૨૯

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82