Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પણ કોઈ એક સાથે ઝપાટાબંધ આખા દિવસનું ભેગું જમવા લાગે, તો અંતે જતા એના પેટને નુકસાન થશે.” ભત્રીજો બચાવ કરતાં બોલ્યો, “આપણી તો મેઇલ ટ્રેન. બાળપણથી ઝડપી કામની આદત, હવે એમાં સુધારો શક્ય નથી.” એડિસને કહ્યું, “જો બીજી વ્યક્તિઓ પોતાના જીવનમાં પરિવર્તન કરી શકતી હોય તો તું કેમ ન કરી શકે ? પેલા વયોવૃદ્ધ વિશે તારી ધારણા હતી કે આટલી મોટી ઉંમરે એ પરીક્ષા આપીને શું ઉકાળશે, પણ તેં જોયું કે એમણે મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો.” હા, એ વૃદ્ધ વિશેની મારી ધારણા ખોટી ઠરી. એની મહેનતનું એ પરિણામ છે.” “તો તું પણ તારે વિશેની ધારણા ખોટી પાડી શકે ને ? કલાકૃતિ કંડારતા શિલ્પી તરફ નજર કર. એ ટાંકણાંથી પોતાનું શિલ્પ કેવું આરસમાં કંડારતો હોય છે. એક નાનકડું ઝુમ્મર બનાવવામાં પણ એને દિવસોના દિવસો લાગતા હોય છે, આથી બારીક કોતરકામ હોય કે ચીવટભર્યું કામ હોય - એ બધે જ ધીરજની જરૂર છે. આજે વર્ષો થયાં છતાં એ શિલ્પીઓએ અખૂટ ધીરજથી તૈયાર થયેલી કલાકૃતિઓ માત્ર ઇમારત નથી રહી, પરંતુ સંસ્કૃતિનું યશોગાન કરતી પ્રેરણા બની છે.” ભત્રીજાને એડિસન પાસેથી ધીરજ ના પાઠ મળ્યા અને એણે કોઈ પણ કામમાં બિનજરૂરી ઉતાવળ નહીં કરવાનો નિર્ધાર કર્યો. અમેરિકાના વિખ્યાત હાસ્યકાર ઓલિવર હરફોર્ડના સન્માનમાં એના હાસ્યલેખકનો પ્રકાશ કે એક સમારોહનું આયોજન કર્યું. શાનદાર હોટલમાં ઓલિવર હરફોર્ડનો ઉત્તર સન્માનસમારોહ યોજાયો. ઓલિવર હરફોર્ડને આ હોટલનું વાતાવરણ એટલું બધું પસંદ પડી ગયું કે મહેમાનો વિદાય પામ્યા અને ખુદ યજમાન પણ વિદાય પામ્યા, તેમ છતાં તેઓ ઘણા લાંબા સમય સુધી હોટલના ટેબલ પર બેસી રહ્યા. થોડા દિવસ પછી પુનઃ તેઓ આ હોટલમાં ગયા, તો હોટલના પેલા સમારંભ બાદ લાંબા સમય સુધી હોટલમાં બેસવા માટેનું બિલ રજૂ કર્યું. બિલ જોઈને ઓલિવર હરફોર્ડ પરેશાન થઈ ગયો. એણે તો ધાર્યું હતું કે એ સમારંભનો સઘળો ખર્ચ પ્રકાશક આપવાના હતા અને તેથી તે નિરાંત કરીને બેઠો હતો. આ બિલ જોતાં એ ચોંકી ઊઠ્યો. વિચારવા લાગ્યો કે પ્રકાશક પાર્ટીનું ખર્ચ આપવાના હતા. પાર્ટી પૂરી થયા પછી નિરાંતે બેસી રહેવાનું ખર્ચ પ્રકાશક શા માટે ભોગવે ? ઓલિવર હ૨ફોર્ડની આનાકાની જોઈને હોટલના માલિકે કહ્યું, “તમારે આ બિલ ચૂકવવું જ પડશે.” - જીવનનું જવાહિર જન્મ 11 hઆરી, ૧૮૪૩, મિલાન, ઓખાયો, અમેરિક્ષ અવસાન ઃ ૧૮ ઓક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેજ, ન્યૂજર્સ, અમેરિકા ૧૬ જીવનનું જવાહિર ૧૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82