________________
જિનશાસનના ઝળહળતાં નક્ષત્રો G) ગ્રંથ આયોજનના |
L
સુવર્ણ તંભો
OL (nOn LinkedIn (1 MIn L (1
૧
-
= સ્વ. શ્રી સેવંતીભાઈ જેસીંગલાલ શાહ
શ્રીમતી ચંદ્રાવતીબેન સેવંતીભાઈ શાહ જૈન શાસનમાં શુભ નિમિત્તો પામીને કેટલાક પુણ્યવંતા આત્માઓ ક્યારેક એવા દિવ્ય પરાક્રમો ફોરવે છે કે તેમની એક એક પ્રવૃતિ અજર અમર બની રહે છે. જ્ઞાનમાં, તપમાં, ધ્યાનમાં હંમેશા અગ્રેસર રહેનાર શ્રાવકોના દિલની અમીરાતના જેમ દર્શન થતા રહ્યાં છે તેમ શાસન શણગાર શ્રાવિકારત્નોની ગુણસમૃદ્ધિનું વિરાટ દર્શન પણ જોવા મળ્યું છે.
| ઉત્તર ગુજરાતના ચાણસ્માના વતની પણ વર્ષો પહેલા મુંબઈને કર્મભૂમિ બનાવી, કાપડના ધંધામાં પ્રબળ પુષાર્થ દ્વારા અઢળક સંપત્તિ કમાયા પણ એમની સાદાઈ, નમ્રતા, વિનય વિવેકને નતમસ્તકે વંદન કરવા જ પડે.
સ્વ. શ્રી સેવંતીભાઈના આ ધર્મનિષ્ઠ પરિવારે મુંબઈ દોલતનગર જૈન સંઘમાં શ્રી સંભવનાથ જિનાલયમાં, બોરીવલી કાર્ટર રોડ ઉપરના શ્રી વાસુપૂજ્ય જિનાલયમાં તન-મન-ધનથી અનેરો લાભ લીધો પણે પોતાની નિસ્પૃહતા, નિખાલસતા અને સેવા સમર્પણની ઉચ્ચત્તમ ભાવનાને કારણે જાહેર પ્રસિદ્ધિથી હમેશા અળગા રહ્યાં છે. ‘‘શાસનનું હતું અને શાસનને પાછુ આપ્યું'' એવા ભાવથી અસંખ્ય સંસ્થાઓમાં દાનગંગા વહાવી નવપલ્લિત કરી. આ ગ્રંથ આયોજનના આધારસ્તંભ બન્યા હોવા છતાં બીલકુલ નિર્લેપી રહ્યાં. આવા પરિવારો જ શાસનના સાચા ઘરેણાં છે. ધૂપસળી સળગીને ચોગરદમ સુવાસ ફેલાવે છે, ચંદન ઘસાઈને શીતળતા આપે છે, શેરડી કોલુમાં પીલાઈને મીઠો રસ આપે છે, તેમ આ પરિવારની જિનભક્તિ, ગુરૂભક્તિ, તીર્થ ભક્તિ અને સાધર્મિક ભક્તિ અનુમોદનીય બન્યા છે. | શાસનસેવા દ્વારા યશકીર્તિના તોરણો બાંધી પરિવારના ગુણનંદનવનની સુવાસ વધુને વધુ મધમધતી બની રહે તેવી શુભેચ્છાઓ.
પરિવારના ધર્મસંસ્કારી વારસદારો શ્રી કિરણભાઈ અને નયનાબેન, પૌત્રો સાહિલ અને સાગરને પરમાત્મા ધર્મકાર્યોમાં વધુ શક્તિ અર્પે એવી અભ્યર્થના..
આ ધર્મનિષ્ઠ પરિવારની ઉદારતાએ આ ગ્રંથ આયોજનને ઘણું જ બળ મળ્યું છે. 'S T( Mt (
M UT US | TU TU TU TU TU TU E
www
.org