________________
૧૦
જિનભક્તિહાવિંશિકાસંકલના કરવાનો ઉપયોગ, તે તેના આત્મામાં થતી મુખ્ય પ્રતિષ્ઠા છે; અને પોતાના આત્મામાં થયેલ મુખ્ય પ્રતિષ્ઠાનો ઉપચાર પ્રતિમામાં કરવામાં આવે છે, અને ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થવાને કારણે આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવું જ્ઞાન પૂજા કરનારને થાય છે, અને તેના કારણે વીતરાગાદિ ભાવોથી પ્રતિષ્ઠિત એવી પ્રતિમા સાથે ચિત્તની એકાગ્રતારૂપ સમાપત્તિ થાય છે, જેના કારણે પૂજા કરનારને પૂજાની પ્રવૃત્તિથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી વિતરાગદેવ પ્રતિમામાં સન્નિધાન કરતા નથી કે પૂજા કરનારને પૂજાનું ફળ આપતા નથી.
વળી પ્રતિષ્ઠાવિધિકાળમાં વાયુકુમાર, મેઘકુમાર આદિ દેવોનું આવાહન કરવા માટે મંત્રજાસ કરવામાં આવે છે, તે પણ યુક્તિયુક્ત છે, તેની વિસ્તારથી ચર્ચા શ્લોક-૨૦માં કરેલ છે; અને પ્રતિમા પ્રતિષ્ઠિત થયા પછી તેની પૂજા પંચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા ભેદથી થાય છે. વળી ભગવાનની પૂજા કરનારે ભગવાનના ગુણોને કહેનારી અને પોતાનાં પાપોની ગહ કરનારી સ્તુતિપૂર્વક પૂજા કરવી જોઈએ, જેથી ભગવાનના ગુણોને સન્મુખ ભાવ અને પાપથી વિમુખ ભાવ પ્રગટે.
વળી અન્ય આચાર્ય ત્રણ પ્રકારની પૂજા કહે છે : (૧) કાયયોગસારા, (૨) વાગુયોગસારા અને (૩) મનોયોગસારા.
કાયયોગસારા પૂજામાં કાયાથી સર્વોત્તમ સામગ્રી પ્રાપ્ત કરીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે, વાગુયોગસારા પૂજામાં વચનથી અન્ય ક્ષેત્રોમાંથી પણ ઉત્તમ સામગ્રી મેળવીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે અને મનોયોગસારામાં તેટલી ઉત્તમ સામગ્રીથી સંતોષ નહિ થવાથી સર્વોત્તમ એવા ભગવાનની ભક્તિ માટે સર્વોત્તમ એવા નંદનવનાદિથી ગૈલોક્યસુંદર એવાં પુષ્પાદિને મન દ્વારા ગ્રહણ કરીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે.
આ રીતે ભગવાનની ભક્તિની સર્વ વિધિ જિનાલયના નિર્માણથી માંડીને ભગવાનની પૂજા કરવા સુધી બતાવી, ત્યાં કોઈને શંકા થાય કે ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org