________________
૮૫
જિનભક્તિહાવિંશિકાશ્લોક-૧૯
આ દોષના નિવારણ માટે ચિંતામણિકાર કદાચ પરિષ્કાર કરીને પ્રતિષ્ઠાને વિશેષસંયોગરૂપે કહે, અને તે વિશેષસંયોગ માત્ર પ્રતિમામાં પ્રાપ્ત થાય તેવો સ્વીકારે, તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પ્રાપ્ત થાય નહિ. માટે ગ્રંથકારશ્રી પ્રતિષ્ઠાને ધ્વસરૂપે સ્વીકારવામાં અન્ય દોષ બતાવે છે –
જો પ્રતિષ્ઠાના ધ્વંસને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ, તો પ્રતિમામાં રહેલો પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિમાં કારણભૂત એવો પ્રતિષ્ઠાની ક્રિયાના અભાવરૂપ છે, એમ પ્રાપ્ત થાય; કેમ કે પ્રતિમામાં રહેલા ધ્વંસરૂપ અભાવને કારણે પ્રતિમાની પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે. તેથી પ્રતિષ્ઠા એ પૂજાફળની પ્રાપ્તિમાં કારણભૂત એવા અભાવની પ્રતિયોગિક બને. માટે પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિષ્ઠા પ્રતિબંધક છે, તેમ વ્યવહાર કરવાની આપત્તિ આવે અર્થાત્ આ પ્રતિષ્ઠાની ક્રિયા પ્રતિમાની પૂજા કરવામાં પ્રતિબંધક છેઃવિજ્ઞભૂત છે, અને તે પ્રતિબંધકનો અભાવ પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે, એમ વ્યવહાર કરવાની આપત્તિ આવે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠાની ક્રિયા પૂજાફળની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત છે, અને વિજ્ઞભૂત એવી પ્રતિષ્ઠાની ક્રિયાનો અભાવ પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે; પરંતુ પ્રતિષ્ઠાની ક્રિયાને પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિબંધક કોઈ સ્વીકારતું નથી, તેથી ચિંતામણિકારનો મત અવિચારિત રમણીય છે.
અહીં ચિંતામણિકાર તરફથી કોઈ કહે કે “પ્રતિષ્ઠિતં પૂગયેએ વચનપ્રયોગમાં ‘વત' પ્રત્યય ભૂત અર્થમાં છે. તેથી જેની ભૂતકાળમાં પ્રતિષ્ઠા થઈ છે, તેવી પ્રતિમાની પૂજા કરવી જોઈએ, એવો અર્થ પ્રાપ્ત થાય. માટે પ્રતિષ્ઠાધ્વંસને પૂજાફળનો પ્રયોજક સ્વીકારી શકાય, અન્યને નહીં. તેથી ગ્રંથકાર અન્ય હેતુ આપે છે –
“પ્રતા ત્રીદય:' ઇત્યાદિ વચનપ્રયોગમાં ‘ક્ષતા' શબ્દ ભૂતકાળના અર્થમાં છે. તેમાં તે સ્થાનમાં, પ્રોક્ષણ ક્રિયાના ધ્વંસને અર્થાતું ધાન્યને સંસ્કારિત કરવાની ક્રિયાના ધ્વંસને, વ્યાપારરૂપે કલ્પના કરી નથી, પરંતુ “સંસ્કારવાળું ધાન્ય” તેવો અર્થ કરેલ છે. તેની જેમ પ્રતિષ્ઠિતં પૂગયે તે સ્થાનમાં પણ પ્રતિષ્ઠાની ક્રિયાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org