________________
૧૨૮
શ્લોકાર્થ :
આથી=ભાવસ્તવમાં આરૂઢ થયેલા એવા સાધુ દ્રવ્યસ્તવમાં અનધિકારી છે આથી, પ્રકૃતિથી આરંભભીરુ એવા ગૃહસ્થ, અથવા જે સામાયિક આદિવાળા ગૃહસ્થ છે તેને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી. II૨૯II
નોંધ :- પ્રત્યારમ્ભમી: પછીનો ‘વા’ પાદપૂર્તિ માટે છે.
* ‘સામાયિવિમાન્’ - અહીં ‘વિ’થી જે શ્રાવકની પ્રતિમામાં પૂજાનો નિષેધ છે, તે શ્રાવકની પ્રતિમાનું ગ્રહણ ક૨વાનું છે.
જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯
* ‘તસ્થાપિ’ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે સાધુને તો પૂજાનો અધિકાર નથી, પરંતુ પ્રકૃતિથી આરંભભીરુ અને સામાયિક આદિવાળા ગૃહસ્થોને પણ પૂજામાં અધિકાર નથી.
ટીકા ઃ
प्रकृत्येति-अतो-भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वात्, यः प्रकृत्या आरम्भभीरुः यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतम् यत्पञ्चाशकवृत्तिकृत् (यदष्टकवृत्तिकृत् ) - " अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी, तस्यापि सावद्यनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वात्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याद्युपमर्दनभीरोर्यतनावतः सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति " ।। २९ । ।
*
ટીકાર્ય ઃ
अतो પ્રવૃત્તિર્યુવતેતિ” ।। આથી=ભાવસ્તવમાં અધિરૂઢ એવા યતિને દ્રવ્યસ્તવમાં અનધિકારીપણું હોવાથી, જે પ્રકૃતિથી આરંભભીરુ છે અથવા જેઓ સામાયિકાદિવાળા ગૃહસ્થ છે, તેમને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી, જે કારણથી અષ્ટકવૃત્તિકાર કહે છે - “આથી જ=દ્રવ્યસ્તવ કરવા માટે સાધુ અધિકારી નથી આથી જ, સામાયિકસ્થ શ્રાવક પણ અનધિકારી છે; કેમ કે સામાયિકસ્થ શ્રાવકનું પણ સાવદ્યનિવૃત્તિપણું હોવાને કારણે ભાવસ્તવમાં આરૂઢપણું હોવાથી શ્રમણકલ્પપણું છે. આથી જ=સામાયિકસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org