________________
૧૩૮
જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧
* ‘વિરત્યાવિરૂપમપેક્ષ્ય’ – અહીં ‘વિ’થી સામાયિકાદિવાળા શ્રાવકોને ગ્રહણ કરવા.
* ‘વાળિયાવિયિામીાપિ’ - અહીં ‘વિ'થી ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય જેવી અન્ય આરંભ-સમારંભની પ્રવૃત્તિનો સંગ્રહ કરવો અને ‘પિ’થી એ કહેવું છે કે સંકાશાદિને ધર્મકાર્યમાં પૂજાદિ ક્રિયાઓને અંગીકાર કરીને તો પ્રવૃત્તિ કરી છે, પરંતુ વાણિજ્યાદિ ક્રિયાને સ્વીકારીને પણ પ્રવૃત્તિ કરી છે.
* ‘નિવદ્ધતામાન્તરાયાવિવિતષ્ટાં' અહીં ‘’િથી અન્ય ક્લિષ્ટ કર્મોને ગ્રહણ કરવાં.
ૐ ‘નિનાયતનવિપુ’ - અહીં ‘વિ’થી અન્ય ધર્મકૃત્યો ગ્રહણ કરવાં.
ભાવાર્થ:
-
ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારવાથી પ્રાપ્ત શાસ્ત્રપાઠોના વિરોધની શંકાનું સમાધાન :
અવતરણિકામાં શંકા કરેલી કે ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારશો તો “ધર્માર્થ યસ્ય વિત્તેહા” અને “શુદ્ધામૈર્યથામં” ઇત્યાદિ બે શ્લોકોનો વિરોધ થશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “જેને ધર્મ માટે ધનની સ્પૃહા છે, તેને ધનની સ્પૃહા કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે” એ પ્રકારનું શાસ્ત્રમાં જે કહેવાયું છે તે સર્વવિરતિ આદિરૂપ અવસ્થાને પામેલા એવા સાધુને આશ્રયીને છે, પરંતુ સર્વ જીવોને આશ્રયીને નથી; કેમ કે “ધર્માર્થ યસ્ય વિત્તેહા” ઇત્યાદિ શ્લોક સર્વવિરતિના અધિકારમાં જ પાઠ છે.
આનાથી એ ફલિત થાય કે જે સાધુ હોય અને સાધુપણું પાળીને નિર્લેપ ચિત્તવાળા થયા હોય તેવા મુનિને ભગવાનની ભક્તિ ક૨વા અર્થે ધન કમાવાની ઇચ્છા શ્રેષ્ઠ નથી, પરંતુ અધિક-અધિક નિર્લેપ થવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો શ્રેષ્ઠ છે.
જેમ કોઈના હાથ કાદવથી ખરડાયેલા ન હોય તો કાદવથી હાથ ખરડીને તેને સ્વચ્છ કરે તેના કરતાં કાદવમાં હાથ ન નાંખે તે શ્રેષ્ઠ છે, તેમ નિર્લેપદશાને પામેલા જીવો ધન કમાવા માટે સંશ્લેષ ચિત્તવાળા થાય, અને ચિત્તના તે સંશ્લેષને દૂ૨ ક૨વા અર્થે ભગવાનની ભક્તિ કરે તે ઉચિત કહેવાય નહિ; પરંતુ જે જીવો મુનિની જેમ નિર્લેપ ચિત્તવાળા નથી, અને ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org