________________
૧૪૪
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ તેથી કહે છે – જેમ ચિંતામણિ આદિ પદાર્થો કોઈને ઉપકાર કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તોપણ તેમની પૂજા કરનારને ફળની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનની પૂજાથી પૂજા કરનારને પરમાનંદરૂપ ફળ પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે ભગવાનના ગુણોને યથાર્થ જાણીને ભગવાનના તે ગુણો પ્રત્યે જેને પ્રીતિ વર્તે છે, અને તેના કારણે ભગવાન પ્રત્યે જેને ભક્તિ થયેલી છે, તેવા શ્રાવક ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તે શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોમાં બહુમાનથી તન્મયભાવને પામે છે, અને તે ગુણોમાં થયેલો તન્મયભાવ તે ગુણોનાં આવારક એવાં કર્મોનો નાશ કરે છે, જેથી પોતાનામાં તેવા ગુણો પ્રગટે છે; અને ભગવાનની ભક્તિના નિમિત્તથી પોતાનામાં તે ગુણો પ્રગટ થયેલા હોવાથી ભગવાનથી તે ગુણો મને પ્રાપ્ત થયા, તે પ્રકારનો વ્યવહાર થાય છે.
વસ્તુતઃ ભગવાન સદશ ગુણો પોતાના આત્મામાં રહેલા છે, પરંતુ કર્મથી આવૃત છે. તે આવૃત એવા ગુણો પ્રત્યેનો પક્ષપાત તે ગુણોને પ્રગટ કરવાનું કારણ છે, અને તે ગુણોનો પક્ષપાત પૂર્ણ ગુણવાળા એવા ભગવાનને જોવાથી થાય છે, અને તે ગુણોના પક્ષપાતને કારણે ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે, અને ભક્તિથી કરાયેલી પૂજા પોતાનામાં ગુણોને પ્રગટ કરીને પરમાનંદરૂપ મોક્ષનું કારણ બને છે. તેથી ભગવાન પૂજા કરનારને મોક્ષ આપે છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. IBરશા
Rા રૂતિ નિમન્નિશિવા પાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org