Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 166
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ ૧૪૧ તેના ફળરૂપે પરમઅબોધિને પ્રાપ્ત કરે છે. માટે ભગવાનની ભક્તિ અર્થે કરાતો આરંભ એ પરમાર્થથી આરંભ નથી, પરંતુ સંપૂર્ણ નિરારંભ એવા ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યસ્તવરૂપ છે. તેમાં આરંભની શંકા ક૨વી એ મિથ્યાત્વનો ઉદય છે, માટે દુર્લભબોધિત્વનું કારણ છે. અવતરણિકામાં સાક્ષીરૂપે આપેલા બે શ્લોકોને લઈને ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમ કોઈકે શંકા કરી, તે બે શ્લોકોથી ભગવાનની ભક્તિમાં સંકોચ સિદ્ધ થતો નથી, તેમ યુક્તિથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યુ. હવે ભગવાનની ભક્તિમાં આરંભની શંકા કરીને સંકોચ ક૨વો ઉચિત નથી, એમ જે પૂર્વમાં કહ્યું ‘તે એમ જ છે' એ બતાવવા અર્થે સંકાશ નામના શ્રાવકનું દૃષ્ટાંત બતાવતાં કહે છે કે સંકાશ શ્રાવકે ભગવાનની ભક્તિના પક્ષપાતપૂર્વક વ્યાપાર કરવાની પ્રવૃત્તિ સ્વીકારી હતી, અને તે વ્યાપારની પ્રવૃત્તિ પાપના ક્ષયને કરનારી હતી. તેથી પણ નક્કી થાય છે કે “આ આરંભની પ્રવૃત્તિ છે છતાં મોહની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ ભગવાનની ભક્તિ દ્વારા સંયમની પ્રાપ્તિનું કારણ છે.” માટે તે પ્રકારના વ્યાપાર આદિની પ્રવૃત્તિ દ્વારા કે મહાવૈભવ આદિ દ્વારા ભગવાનની ભક્તિ ક૨વાથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં કોઈને શંકા થાય કે સંકાશ શ્રાવકે પૂર્વભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું, તેથી તે દેવદ્રવ્યના ભક્ષણના ઋણને ચૂકવવા માટે વાણિજ્ય આદિ પ્રવૃત્તિ કરે તે ઉચિત છે; કેમ કે પૂર્વભવમાં દેવદ્રવ્યના ભક્ષણથી બંધાયેલું દરિદ્રતાની પ્રાપ્તિના કારણીભૂત એવું કર્મ તે રીતે જ ક્ષય પામે છે, પરંતુ અન્યને માટે સંકાશ શ્રાવકની જેમ ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય આદિ પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનની પૂજા અર્થે કરાતી વાણિજ્યની પ્રવૃત્તિ જો સર્વથા અશુભ વ્યાપારરૂપ હોય તો તે પ્રવૃત્તિથી વિશિષ્ટ નિર્જરા થાય નહિ, અને સંકાશ શ્રાવકને તે વાણિજ્યની પ્રવૃત્તિથી વિશિષ્ટ નિર્જરા થયેલી. માટે સંકાશશ્રાવકની વ્યાપારની પ્રવૃત્તિ સર્વથા અશુભ નથી તેથી સંકાશ શ્રાવકને ભગવાનની ભક્તિ અર્થે વ્યાપાર કરવો ઉચિત શાસ્ત્ર સ્વીકારે છે તેમ અન્યને પણ ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય આદિ ક્રિયા કરવી ઉચિત સ્વીકારવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170