Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 164
________________ ૧૩૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ અને ભોગાથે આરંભ-સમારંભ કરે છે, તેવા જીવો પોતાના સંશ્લેષવાળા ચિત્તના નિવર્તન અર્થે તેના ઉપાયભૂત ભગવાનની ભક્તિ કરવામાં ઉદ્યમ કરે તે ઉચિત કહેવાય; અને ભગવાનની ભક્તિમાં ઉદ્યમ કરવા અર્થે ધન ન હોય તો ભગવાનની ભક્તિ કરવાના આશયથી ધન મેળવવા માટે યત્ન કરે તે પણ ઉચિત કહેવાય; કેમ કે જેમ પૂજાકાળમાં ભગવાનની ભક્તિનો આશય છે, તેમ ધન કમાવા માટે કરાતા ઉદ્યમમાં પણ ભગવાનની ભક્તિનો આશય છે; અને ભગવાનની ભક્તિનો આશય ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે. તેથી ઉત્તમ દ્રવ્યથી કરાયેલી ભગવાનની ભક્તિ દ્વારા સર્વવિરતિની પ્રાપ્તિ થશે. માટે સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનની ભક્તિ અર્થે કરાતા વ્યાપારની પ્રવૃત્તિને દોષરૂપ કહી શકાય નહિ. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે જેમ કોઈ પુરુષનો હાથ કાદવથી ખરડાયેલો હોય તો તે કાદવની શુદ્ધિ કરવા અર્થે, જેની આજુબાજુ કાદવ છે તેવા તળાવાદિમાં જઈને પણ હાથના કાદવની શુદ્ધિ કરે તે ઉચિત કહેવાય; અને જેના હાથ કાદવથી ખરડાયેલા નથી, તે પુરુષ કાદવથી હાથને મલિન કરીને તેને ધોવા માટે યત્ન કરે તે ઉચિત કહેવાય નહિ. તેમ જે શ્રાવકો ગૃહાદિ અથવા પુત્રાદિ પ્રત્યે સ્નેહ ધારણ કરે છે, તેઓનું ચિત્ત અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલું છે; છતાં તેઓ અભિન્કંગ વગરના ઉત્તમ ચિત્તના અર્થી છે, તેથી પોતાના ચિત્તમાં વર્તતા અભિવૃંગરૂપ કાદવને દૂર કરવા અર્થે મહાયોગી એવા ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે. તે વખતે ઉત્તમ દ્રવ્યોની પ્રાપ્તિ અર્થે ધન કમાવાની પ્રવૃત્તિ કરે તે પણ ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં વર્તતા અભિવૃંગરૂપ કાદવને દૂર કરવાના યત્ન સ્વરૂપ છે. તેથી અભિમ્પંગથી ખરડાયેલા ચિત્તવાળાને તેની શુદ્ધિના ઉપાયભૂત દ્રવ્યસ્તવનાં સર્વ અંગોમાં પ્રયત્ન કરવો ઉચિત છે. માટે જેમ દ્રવ્યસ્તવના અંગભૂત સ્નાનમાં ઉદ્યમ કરવો ઉચિત છે, તેમ દ્રવ્યસ્તવના અંગભૂત વ્યાપારમાં પણ ઉદ્યમ કરવો ઉચિત છે; અને જેમનું ચિત્ત અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલું નથી, તેવા સર્વત્ર અભિન્કંગ વગરના મુનિઓએ અભિન્કંગ વગરના ચિત્તને દૃઢ કરવા અર્થે ભાવાસ્તવમાં ઉદ્યમ કરવો ઉચિત ગણાય, પરંતુ અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલા શ્રાવકની જેમ દ્રવ્યસ્તવના અંગોમાં યત્ન કરવો ઉચિત ગણાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170