________________
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૯
૧૨૯ શ્રાવક ભાવાસ્તવમાં આરૂઢ હોવાથી શ્રમણકલ્પપણું છે આથી જ, પ્રકૃતિથી પૃથ્વી આદિ ઉપમર્દનભીરુ, યતનાવાળા, સાવદ્યમાં સંક્ષેપરુચિવાળા અને યતિક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મ માટે સાવદ્ય આરંભની પ્રવૃત્તિ યુક્ત નથી.”
રૂતિ શબ્દ અષ્ટકવૃત્તિકારના કથનની સમાપ્તિ માટે છે. li૨૯માં ભાવાર્થ :પ્રકૃતિથી આરંભભીરૂ, સામાયિક આદિવાળા શ્રાવકને પણ દ્રવ્યસ્તવનો અનધિકાર :
ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે દ્રવ્યસ્તવ કરાય છે અને સાધુ ભાવસ્તવમાં આરૂઢ છે, આથી ભાવસ્તવના ઉપાયભૂત દ્રવ્યસ્તવના અનધિકારી છે; અને જેમ સાધુ ભાવસ્તવમાં આરૂઢ હોવાને કારણે દ્રવ્યસ્તવના અધિકારી છે, તેમ જે શ્રાવક પ્રકૃતિથી આરંભભીરુ છે અથવા જે શ્રાવક સામાયિક આદિવાળા છે, તે શ્રાવકોને પણ જિનપૂજામાં અધિકારીપણું નથી. પોતાની વાતની પુષ્ટિ અર્થે ગંથકાર અષ્ટકવૃત્તિકારની સાક્ષી આપે છે કે “જેમ સાધુ ભાવસ્તવઆરૂઢ છે, તેમ સામાયિકસ્થ શ્રાવક પણ ભાવસ્તવ આરૂઢ છે.”
તેથી એ ફલિત થાય કે જેમ સાધુ સર્વ ઉદ્યમથી સંસારના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને નિરપેક્ષતાની વૃદ્ધિના ઉપાયભૂત સંયમની ક્રિયાઓમાં ઉદ્યમ કરે છે, તેમ સામાયિક0 શ્રાવક પણ સામાયિકકાળમાં જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને પોતાના નિરપેક્ષભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત સ્વાધ્યાયઆદિમાં યત્ન કરે છે, તેથી સામાયિકકાળમાં ભાવસ્તવના ઉપાયભૂત દ્રવ્યસ્તવના અધિકારી
નથી.
વળી જેમ સામાયિક0 શ્રાવક દ્રવ્યસ્તવના અધિકારી નથી તેમ જે શ્રાવક પ્રકૃતિથી પૃથ્વીકાય આદિના આરંભની પ્રવૃત્તિમાં ભીરુ છે તેથી પોતાના જીવન નિર્વાહની પ્રવૃત્તિઓ પણ નિરારંભરૂપે થાય તે રીતે યતના કરે છે અને સાધુની જેમ સર્વ પ્રવૃત્તિ યતના પરાયણ થઈને કરે છે અને સંપૂર્ણ સાવદ્ય પ્રવૃત્તિનો ભાગ શક્ય નહિ હોવા છતાં સાવઘપ્રવૃત્તિના સંક્ષેપની રુચિવાળા છે તેથી સાવદ્યપ્રવૃત્તિમાં અત્યંત સંક્ષેપ કરીને સાધુની ક્રિયાના અનુરાગવાળા હોવાથી તેની પુષ્ટિ કરે તેવી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે જેથી સાધુના ભાવસ્તવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org