________________
૧૦૪
જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૨ દષ્ટાંતથી નિજસંપવિશેષથી સર્વબલ-વિભૂતિ આદિ વડે સર્વોપચારા પણ થાય. ૨૨ ભાવાર્થ - પૂજાના પ્રકાર :
પૂર્વગાથામાં બતાવ્યું કે પ્રતિષ્ઠિત બિંબની પુષ્પાદિથી પૂજા કરાય છે, તેમ તે બિંબની પૂજા પંચોપચારા પણ કરાય છે, અષ્ટોપચારિકા પણ કરાય છે અને સર્વોપચારા પણ કરાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સામગ્રીના ઉપચારથી ભગવાનના ગુણોને અવલંબીને તદ્ભાવને અભિમુખ ગમનનો યત્ન એ પૂજા છે અને આ પૂજા ઉત્તમ એવી વિલેપનાદિ સામગ્રીથી થાય છે. તેની જેમ પોતાના દેહના બે જાન, બે કર અને ઉત્તમાંગ વડે નમસ્કાર આદિની પ્રવૃત્તિ દ્વારા પણ થાય છે, અને ત્યારે ભગવાનના ગુણોને અભિમુખ જવાનો યત્ન થાય તે પૂજા પંચોપચારા કહેવાય અથવા જિનાલયમાં પ્રવેશતી વખતે પાંચ અભિગમોમાં યત્ન કરીને ભગવાનના ગુણો પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ કરવામાં આવે તો તે પાંચ વિનય સ્થાનો વડે પણ પંચોપચારા પૂજા થાય છે, અને ઉપલક્ષણથી તેવી કોઈક પાંચ ઉત્તમ વસ્તુ દ્વારા ભગવાનની ભક્તિ કરવામાં આવે તો તેને પણ પંચોપચારા પૂજા કહી શકાય.
વળી મનુષ્યનું શરીર આઠ અંગોને ધારણ કરનાર છે. તે આઠ અંગોથી ભગવાન પ્રત્યેની ભક્તિનો યત્ન કરવામાં આવે અર્થાત્ એ આઠ અંગોને ભગવાનની ભક્તિમાં પ્રયુક્ત કરવામાં આવે તો તે અષ્ટોપચારા પૂજા કહેવાય છે અને તેની જેમ કોઈ આઠ પ્રકારથી પૂજા કરવામાં આવે તો તેને પણ અષ્ટોપચારા પૂજા કહી શકાય. જેમ વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજા પ્રસિદ્ધ છે.
વળી કોઈ પુરુષ પોતાની સર્વ સમૃદ્ધિથી ભગવાનની ભક્તિ કરે તો તે સર્વોપચારા પૂજા છે. જેમ દશાર્ણભદ્ર રાજાએ પોતાની સર્વ સમૃદ્ધિથી ભગવાનની ભક્તિ કરેલ, અને ચમરેન્દ્રએ ઉત્પાત કર્યા પછી સર્વ સમૃદ્ધિથી ભગવાન પાસે નૃત્ય કરેલ, તે સર્વોપચારા પૂજા છે. રશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org