________________
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭
૧૨૧ જ “નત્ન વનસ્પત્યવિરાધના' - અહીં ‘માદ્રિ' પદથી અન્ય સૂક્ષ્મ ત્રસ જીવોને લેવા. ભાવાર્થ :દ્રવ્યસ્તવ અર્થે કરાતી સ્નાનાદિ પ્રવૃત્તિની અદુષ્ટતા :
જેઓ માત્ર બાહ્ય અહિંસાને કે બાહ્ય હિંસાને જ ધર્મ કે અધર્મરૂપે જોનારા છે, પરંતુ અંતરંગ પરિણામને ધર્મરૂપે કે અધર્મરૂપે જોનારા નથી, તેઓને જીવોની હિંસાના કારણે પૂજાની ક્રિયામાં અધર્મ દેખાય છે. તેઓ કહે છે કે પૂજાની પ્રવૃત્તિમાં જલ, વનસ્પતિ આદિની વિરાધના થતી હોવાને કારણે સ્નાનાદિથી દુષ્ટતા છે અર્થાત્ પૂજાની પ્રવૃત્તિમાં પૂજા કરનાર પુરુષ સ્નાન કરે છે, તે આરંભ-સમારંભરૂપ છે, અને ભગવાનનો અભિષેક કરે છે અને પુષ્પોથી પૂજા કરે છે, તે સર્વ આરંભ-સમારંભરૂપ છે, માટે પૂજાની ક્રિયા દુષ્ટ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બાહ્ય દૃષ્ટિથી પૂજાની પ્રવૃત્તિમાં જે કાયવધરૂપ દોષ થાય છે, તેનાથી અધિક એવો શુભ ભાવ અનુભવસિદ્ધ છે. તેથી પૂજામાં દોષ નથી.
આશય એ છે કે શ્રાવક મોક્ષનો અર્થી છે, અને મોક્ષનો ઉપાય સંપૂર્ણ સંગ વગરની જીવની અવસ્થા છે; અને વિવેકી શ્રાવક જાણે છે કે સંગ વગરની અવસ્થાની પ્રાપ્તિ અર્થે જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને સંયમમાં યત્ન કરવો ઉચિત છે. તેથી સંયમનો અર્થ એવો શ્રાવક સંયમમાં પોતાનું સામર્થ્ય નથી તેમ જાણીને, સંયમની શક્તિના સંચય અર્થે ભગવાનની પૂજા કરે છે; કેમ કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, તેવું જ્ઞાન તેને શાસ્ત્રવચનથી થયેલ છે.
વળી શ્રાવક ભાવસ્તવના ઉપાયરૂપે દ્રવ્યસ્તવ કરતો હોય ત્યારે, તે દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે, તે હિંસાથી અધિક અહિંસાનું કારણ બને એવો શુભ ભાવ શ્રાવકને દ્રવ્યસ્તવકાળમાં અનુભવસિદ્ધ છે; કેમ કે જેમ જેમ શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે તેમ તેમ ભાવસ્તવની શક્તિનો સંચય થાય છે; અને ભાવસ્તવ પર્કાયના પાલનના પરિણામરૂપ છે, તેથી દ્રવ્યસ્તવ દ્વારા ભાવિની મહાઅહિંસાની શક્તિનો સંચય થાય છે. જો તે શ્રાવક વર્તમાનમાં દ્રવ્યસ્તવ ન કરે તો તે દ્રવ્યસ્તવકાળમાં થતી સ્નાનાદિથી થતી હિંસાનું કે ભગવાનની પૂજામાં થતી પુષ્પાદિની હિંસાનું નિવર્તન તો થાય, પરંતુ શ્રાવકમાં રહેલી અવિરતિનું નિવર્તન થાય નહિ. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org