________________
જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૮
૧૨૫ કયોરપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે ગૃહસ્થોને તો ગુણત્તર લાભ છે, પરંતુ સાધુ અને ગૃહસ્થોને બંનેને પણ ગુણોત્તર લાભ સમાન છે. કઝિનપૂનારિ’ - અહીં ‘નાવથી ગૃહસ્થને ઉચિત દાનાદિ ક્રિયાને ગ્રહણ કરવી.
‘તકુત્તરમૂમવાવસ્થસ્થાપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે જે પ્રવૃત્તિથી આદ્ય ભૂમિકામાં રહેલાને લાભ થતો હોય તે પ્રવૃત્તિથી ઉત્તરની ભૂમિકાવાળાને પણ તે લાભ થાય તેવો નિયમ નથી. ભાવાર્થ - ભાવસ્તરારૂઢ સાધુને દ્રવ્યસ્તવનો અનધિકાર :
પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પૂજાની પ્રવૃત્તિ અર્થે સ્નાનાદિ કરવામાં આવે તો તેનાથી થતા કાયવધના કારણે પૂજાની પ્રવૃત્તિમાં દોષ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ રીતે સ્નાનાદિમાં દુષ્ટતા નથી તેમ તમે સ્વીકારશો તો સાધુને પણ પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થશે; કેમ કે સાધુ ત્યાગી હોવાથી વિભૂષા અર્થે સ્નાનાદિ ન કરે તે ઉચિત છે, પરંતુ ભગવાનની ભક્તિ કરીને ગુણવૃદ્ધિ થાય, તેના માટે ઉપયોગી એવા સ્નાનાદિ કરે, એમાં દોષ નથી, તેમ સ્વીકારવું પડે; અને જો સ્નાનાદિમાં હિંસા છે, માટે સાધુને પૂજા અર્થે પણ સ્નાનાદિનો નિષેધ સ્વીકારવામાં આવે તો ગૃહસ્થને પણ પૂજા અર્થે સ્નાનાદિનો નિષેધ સ્વીકારવો પડે.
અહીં કોઈ કહે કે શ્રાવક કુટુંબાદિ માટે આરંભમાં પ્રવૃત્તિ કરનાર છે, માટે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિરૂપ આરંભની પ્રવૃત્તિ કરે તો તે દોષરૂપ નથી, અને સાધુ સંયમમાત્રની આરાધનામાં પ્રવૃત્ત હોવાથી કોઈ આરંભની પ્રવૃત્તિ કરતા નથી. માટે ભગવાનની ભક્તિ અર્થે પણ આરંભની પ્રવૃત્તિ કરે નહિ. તેથી પૂજાના અધિકારી શ્રાવકો છે સાધુઓ નથી.
તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે ગૃહસ્થો પોતાના કુટુંબાદિ માટે આરંભ-સમારંભ કરીને એક પાપનું આચરણ કરે છે, તેથી ભગવાનની ભક્તિ અર્થે બીજું પાપ કરવું જોઈએ, તેમ કહી શકાય નહિ. માટે પૂજાની ક્રિયા આરંભ-સમારંભરૂપ હોવાને કારણે જો સાધુઓ કરતા ન હોય તો તે આરંભસમારંભની પ્રવૃત્તિ ગૃહસ્થોએ પણ કરવી જોઈએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org