________________
જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ એવા દ્રવ્યથી અને શુદ્ધ ભાવથી જ્યારે બિંબ નિષ્પન્ન કરાય છે, ત્યારે બિબ નિર્માણ કરનાર શ્રાવકના શુદ્ધ ભાવથી જ વિપ્નનું શમન થાય છે. તેથી વિપ્નશમન માટે બલિ આદિનું આપાદન અસાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે, આ પ્રકારનું પરનું કથન બરાબર નથી. તેમાં યુક્તિ બતાવે છે –
મુખ્ય દેવતાને ઉદ્દેશીને મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળો ભાવ પોતાના આત્મામાં સ્થાપન કરાય છે, તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને તે મુખ્યપ્રતિષ્ઠાકાળમાં પોતાના આત્મામાં જે સ્થાપના થાય છે, તે ભાવસત્ય છે અર્થાતુ પ્રતિમામાં જે સ્થાપના થાય છે, તે સ્થાપના સત્ય છે, અને પરમાત્માના સ્વરૂપના આલંબનવાળા ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના થાય છે, તે ભાવસત્ય છે, અને ભાવસત્યરૂપ પોતાના આત્મામાં કરાયેલી સ્થાપનામાં ભાવશુદ્ધિનું પ્રાધાન્ય છે. તેથી સ્વારસિક જ એવા સત્યતાના અતિશયથી અંતરંગ સ્થાપનામાં વિઘ્નના ઉપશમનની સિદ્ધિ છે અર્થાત્ ભગવાનના સ્વરૂપને અવલંબીને આત્મામાં જે ભાવની ઉપસ્થિતિ કરવાની છે, તે ભાવને યથાર્થ જાણીને પોતાના આત્મામાં તે ઉપયોગને અતિશયિત કરવા માટે જે સ્વારસિક સત્યતાનો અતિશય છે, તેના દ્વારા જ મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવની પોતાના આત્મામાં સ્થાપના કરવામાં પ્રતિબંધક એવાં કર્મોનો ઉપશમન થાય છે. તેથી અંતરંગ સ્થાપનામાં વિઘ્નનું ઉપશમન કરવા અર્થે બલિ આદિનું આપાદન આવશ્યક નથી; પરંતુ જ્યાં ઉપચારથી પ્રતિમામાં મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવનું સ્થાપન કરવાનું છે, તેમાં તે ક્ષેત્રમાં રહેલા દેવતાઓ જો ઉપશાન્ત થયા ન હોય તો તે ક્રિયામાં વિદ્ધ કરે, એવી સંભાવના છે. તેથી તે ક્ષેત્રમાં અધિષ્ઠાન કરનારા દેવતાઓ પ્રતિમા સ્થાપનની પ્રવૃત્તિમાં વિઘ્ન ન કરે તદર્થે તેઓને ઉપશાન્ત કરવા માટે બલિ આદિનું આપાદન આવશ્યક છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવાથી ક્ષેત્રદેવતાની કૂપિત થવાની સંભાવના હોય તો તે દૂર થાય છે. વળી બલિઆપાદનની ઉચિત પ્રવૃત્તિ શાસનની ઉન્નતિનું કારણ બને છે, માટે બલિ આદિનું આપાદન કરનારને વિશેષ પ્રકારના અભ્યદયની પ્રાપ્તિ થાય છે. તેથી બલિ આદિનું આપાદન ઉચિત છે, અને જો બલિ આદિનું આપાદન ન કરવામાં આવે અને કોઈક નિમિત્તે ક્ષેત્રદેવતા કૂપિત થાય તો પ્રતિષ્ઠાવિધિનો ભંગ થવાથી પ્રતિમામાં અપ્રતિષ્ઠાની આપત્તિ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org