________________
૯૮
જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૨૦ સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમામાં જલાભિષેકાદિનો વ્યવહાર થઈ શકે નહિ” તેઓનું તે કથન ઉચિત નથી; કેમ કે ભગવાન જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે જ ભગવાનના દ્રવ્યશરીરનો દેવતાઓએ જલાભિષેકાદિ કરેલ છે, અને તે દ્રવ્યશરીર ભગવાનને અભિમત એવા મોક્ષફળની પ્રાપ્તિનું કારણ છે. વળી, પૂર્વમાં જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સ્વભાવવાળા સિદ્ધનું દ્રવ્યશરીર છે, અને તે દ્રવ્યશરીરવાળો સિદ્ધમાં રહેલો ભગવાનનો આત્મા હતો. તેથી ભગવાનની ભક્તિ અર્થે દેવતાઓ ભગવાનના દ્રવ્યશરીરની જલાભિષેક આદિથી પૂજા કરે છે. આ પ્રકારના શાસ્ત્રવચનના બળથી કોઈએ શંકા કરેલ કે “સર્વસાવઘનિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેકાદિ કરવા એ અનિષ્ટની આપત્તિરૂપ છે.” તેનો અપાર થાય છે, કેમ કે આત્મકલ્યાણ અર્થે વિવેકસંપન્ન દેવતાઓ ભગવાનની ભક્તિ કરવા અર્થે ભગવાનના દેહને અભિષેક કરે તે દોષરૂપ નથી. ભગવાનના દેહને જલાભિષેકાદિ દેવતાઓ કરે છે તે દોષરૂપ કેમ નથી ? તેથી કહે છે, ભગવાન જ્યારે શરીરધારી હતા તે વખતના ભગવાનના શરીરની અવસ્થા કરતાં, ભગવાન જ્યારે મોક્ષમાં જાય છે, ત્યારે તે વખતનું ભગવાનનું દ્રવ્યશરીર અવસ્થાન્તરરૂપ છે. આથી ભગવાન કેવળજ્ઞાન પામે છે ત્યારે સર્વસાવઘની નિવૃત્તિવાળા ભગવાનના દેહનો દેવતાઓ જલાભિષેક આદિ કરતા નથી, પરંતુ ભગવાન સિદ્ધાવસ્થામાં જાય છે ત્યારે તેમનો દેહ શરીરધારી ભગવાનના દેહ કરતાં અવસ્થાન્તર છે, તેથી તે અવસ્થાન્તરરૂપ ભગવાનના દેહને જલાભિષેકાદિ કરવાથી ભક્તિના ભાવનો અતિશય થાય છે અને સર્વસાવદ્ય-નિવૃત્તિવાળા એવા ભગવાનને કોઈ દોષની પણ પ્રાપ્તિ નથી. માટે દેવતાઓએ ભગવાનની ભક્તિ અર્થે જલાભિષેકાદિ પ્રવૃત્તિ કરેલ તે દોષરૂપ નથી.
તેની જેમ ભગવાનની સ્થાપનામાં પણ ભગવાનની અવસ્થાન્તર-કલ્પનાવિશેષ હોવાને કારણે શ્રાવકોના ભગવાન પ્રત્યેના ભક્તિભાવની વૃદ્ધિ માટે જલાભિષેકાદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે. જેમ ભગવાનનું સિદ્ધાવસ્થાનું દ્રવ્યશરીર હોવા છતાં તેની જલાભિષેકાદિની પ્રવૃત્તિથી દેવતાઓને કલ્યાણની પ્રાપ્તિ થાય છે, તેમ “કેવળજ્ઞાન અવસ્થામાં વિચરતા અને યોગનિરોધકાળમાં દેહધારી એવા ભગવાનની અવસ્થા કરતાં સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમાની આ અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org