________________
GO
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ ચિંતામણિકારે જે કથન કર્યું તે કથનથી ચિંતામણિકાર દ્વારા સ્યાદ્વાદીને અભિમત એવી શબલ વસ્તુનો સ્વીકાર થાય છે. આ વિષયમાં અધિક પલ્લવિત કરવાથી સર્યું અર્થાત્ અધિક વિસ્તાર કરવાથી સર્યું. ૧લા અવતરણિકા -
શ્લોક-૧૭માં કહેલ કે વિધિપૂર્વક નિષ્પન્ન થયેલા બિંબની દસ દિવસની અંદર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. તેથી પ્રસ્ત થયો કે પ્રતિષ્ઠા શું વસ્તુ છે ? માટે શ્લોક-૧૮માં મુખ્ય પ્રતિષ્ઠા અને ઉપચારથી થતી પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે પ્રતિષ્ઠિત એવી પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે, તેથી શ્લોક-૧૯માં પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવાથી પૂજાના ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે પ્રતિષ્ઠા કરાવતી વખતે ભગવાનનાં પાંચ કલ્યાણકોની ઉજવણી કરવામાં આવે છે, તે વખતે પ્રતિષ્ઠાવિધિની અંતર્ગત મંત્રવ્યાસાદિ કરાય છે, તે પણ યુક્તિવાળા છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सम्प्रदायागतं चेह मन्त्रन्यासादि युक्तिमत् ।
अष्टौ दिनान्यविच्छित्त्या पूजा दानं च भावतः ।।२०।। અન્વયાર્થઃ
=અને અહીં=પ્રતિષ્ઠાવિધિમાં, પ્રજાપતિં=સંપ્રદાયથી આવેલ, માદિ વિત્તમ=મંત્રવ્યાસાદિ યુક્તિવાળા છે અષ્ટો વિનાવિચ્છિા આઠ દિવસ સુધી વિચ્છિન્યા=વિચ્છેદરહિતપણે, માવતિ =ભાવથી પૂના નં ૨=પૂજા અને દાત (કરવાં જોઈએ). ૨૦ શ્લોકાર્ચ -
અને અહીં પ્રતિષ્ઠાવિધિમાં, સંપ્રદાયથી આવેલ મંત્રન્યાસાદિ યુક્તિવાળા છે. આઠ દિવસ સુધી અવિચ્છિત્તિથી વિચ્છેદ રહિત, ભાવથી પૂજા અને દાન કરવાં જોઈએ. Il૨૦II
“પવાસાદ્રિ’ - અહીં ‘લિ'થી બલિ આદિનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org