________________
હ૧
જિનભક્તિદ્વાર્નાિશિકા/શ્લોક-૨૦ ટીકા -
सम्प्रदायेति-इह-प्रतिष्ठाविधौ, मन्त्रन्यासादिकं च क्षेत्रसंशोधनाभिवर्षणादिनिष्पत्तये वायुमेघकुमारादिविषयं सम्प्रदायागतं शिष्टपारम्पर्यायातं युक्तिमद्
મવતિ |
ટીકાર્ય :
ફૂદ વિત્તમદ્ ભવતિ અહીં પ્રતિષ્ઠાવિધિમાં, સંપ્રદાયથી આવેલ શિષ્ટ પરંપરાથી આવેલ, ક્ષેત્રસંશોધન અને અભિવષણાદિની નિષ્પત્તિ માટે વાયુ-મેઘકુમાર આદિ વિષયવાળા મંત્રચાસાદિ યુક્તિવાળા છે.
જ ક્ષેત્રસંશોધનમવર્ષાવિનિબત્ત’ - અહીં ‘આ’ પદથી બલિ આદિનું આપાદન ગ્રહણ કરવું. ભાવાર્થ - પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિની યુક્તિયુક્તતા :
પ્રતિષ્ઠાવિધિ કરતી વખતે ક્ષેત્રશુદ્ધિ અર્થે વાયુકુમારદેવને આવાહન કરવામાં આવે છે, અને ક્ષેત્રશુદ્ધિ કર્યા પછી જલછંટકાવ નિમિત્તે મેઘકુમારદેવને આવાહન કરવામાં આવે છે, અને તેના માટે સંપ્રદાયથી આવેલા મંત્રોચ્ચાર બોલવામાં આવે છે, તે યુક્તિવાળા છે.
ભગવાનના જન્મ પ્રસંગે જેમ વાયુકુમાર કે મેઘકુમાર આદિ દેવો ક્ષેત્રની શુદ્ધિ કરે છે અને જલછંટકાવ આદિ કરે છે, તેની જેમ ભગવાનની પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવા અર્થે પ્રતિષ્ઠાવિધિકાળમાં મંત્રોચ્ચાર દ્વારા વાયુકુમાર અને મેઘકુમાર દેવતાને આવાહન કરવામાં આવે છે; પરંતુ તેઓ આવે એવો નિયમ નથી અને ક્ષેત્રશુદ્ધિ અને જલછંટકાવ કરે એવો નિયમ નથી, તોપણ તે આવાહન અનુસાર દેવતાઓએ આવીને ક્ષેત્રની શુદ્ધિ કરી છે, અને જલછંટકાવ કર્યો છે, તેવો સંકલ્પ કરવામાં આવે છે, જેથી ભગવાન પ્રત્યેની ભક્તિનો અતિશય થાય છે, માટે સંપ્રદાયથી આવેલ મંત્રજાસાદિ યુક્તિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org