________________
૧૩
જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧ છે તેવતદુપવનાઃ'માં ‘થિી જંગલ આદિનું ગ્રહણ કરવું.
‘પૂર્ણવત્સરારિ' - અહીં ‘મથી શુભ દિવસ અને શુભ નક્ષત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ :જિનમંદિર નિર્માણ માટે ઉત્તમ ઉપાદાન સામગ્રીના ગ્રહણનું સ્વરૂપ :
જિનાલય નિર્માણ અર્થે ભૂમિની ખરીદી કર્યા પછી જિનાલયના નિર્માણ માટે ઉપયોગી ઇંટ, પથ્થર વગેરે ગુણયુક્ત ખરીદવાં જોઈએ, અને દેવતાદિના ઉપવનાદિથી યત્નપૂર્વક લાવેલું અને ગુણવાળું લાકડું ગ્રહણ કરવું જોઈએ.
અહીં “યત્નપૂર્વક કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે સ્થાનથી લાકડું ગ્રહણ કરવું છે, ત્યાં વસવાટ કરીને ત્યાં રહેલા દેવતાદિનો ઉપદ્રવ ન થાય તે રીતે દેવતાદિની તુષ્ટિ માટે ઉચિત યત્ન કરીને ગ્રહણ કરવું જોઈએ, અને શ્રેષ્ઠ લાકડું ગ્રહણ કરવું જોઈએ. વળી તે લાકડું સારવાળું, નવું ગ્રહણ કરવું જોઈએ=સ્થિર ખદિરસારવાળું નવું ગ્રહણ કરવું જોઈએ અર્થાત્ જે લાકડામાંથી થંભાદિ કરવાના છે, તે લાકડાં વચમાં પોલાણવાળાં હોય કે વચમાંથી ખરતાં હોય તેવાં ગ્રહણ કરવા જોઈએ નહીં, પરંતુ આખો સ્થંભ સ્થિર થાય તેવું સ્થિર ખદિરસારવાળું લાકડું લેવું જોઈએ.
વળી તે લાકડું ગાય આદિને અતિ ભારારોપણકૃત પીડાના પરિહારપૂર્વક લાવવું જોઈએ, જેથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં દયાનો પરિણામ જીવંત રહે.
વળી ઈંટ આદિ બનાવનારા માણસો પાસેથી ઉચિત મૂલ્યપૂર્વક ગ્રહણ કરવું જોઈએ, પરંતુ મૂલ્યને અતિ કસીને ગ્રહણ કરવું જોઈએ નહીં; જેથી તે કાર્ય કરનારા જીવોને પણ ચિત્તમાં ક્લેશ થાય નહીં.
વળી પૂર્ણ કળશ આદિ શુકનપૂર્વક ઈંટ આદિ સામગ્રીનું ગ્રહણ કરવું જોઈએ, અને ઈંટ વગેરે ગ્રહણ કરતી વખતે શુકન ચિત્તના ઉત્સાહને અનુસરનારું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ચિત્તનો ઉત્સાહ વર્તતો હોય ત્યારે ઈંટ આદિ ગ્રહણ કરવા જોઈએ, અને તે ગ્રહણ કરતી વખતે પૂર્ણ કળશ આદિનું સ્થાપન કરવું જોઈએ. અહીં પૂર્ણ કળશાદિમાં ‘મથી એ પ્રાપ્ત થાય કે શુભ દિવસ અને શુભ નક્ષત્રમાં ઈંટ વગેરે ગ્રહણ કરવા જોઈએ. list
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org