________________
99
જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯
* ‘વિશેષતામાવેઽવિ’ - અહીં ‘’થી એ કહેવું છે કે વિશેષ ફળ થતું હોય તો તો પ્રીતિ આદિના કારણે ફળનો અભાવ નથી, તેમ કહી શકાય, પરંતુ વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિના કારણે સામાન્ય ફળનો અભાવ નથી.
મૈં પ્રીત્યાદ્રિ - અહીં ‘આવિ’થી ભક્તિનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
નૈયાયિક માને છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં જે દેવની પ્રતિષ્ઠા ક૨વામાં આવે છે, તે દેવનું ‘આ હું છું’ અને ‘આ મારી પ્રતિમા છે’ તે પ્રકારના અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે.
વળી પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે નૈયાયિકો યુક્તિ આપે છે કે જેમ વિશેષ દર્શન હોવા છતાં પણ પોતાના સદશ ચિત્રાદિ જોનારને જેમ ચિત્રાદિમાં આહાર્ય આરોપ થાય છે, તેમ ‘આ પ્રતિમા પત્થરની મૂર્તિ છે' એ પ્રકારનું વિશેષ દર્શન હોવા છતાં પણ પોતાના સદેશ પ્રતિમા જોનાર દેવતાને પ્રતિષ્ઠાવિધિ કર્યા પછી તે પ્રતિમામાં આહાર્ય આરોપ થઈ શકે છે.
આહાર્ય આરોપ એટલે બાધકાલીન ઇચ્છાજન્ય જ્ઞાન, અને તે પ્રસ્તુતમાં આ રીતે છે
“પૂર્વવર્તી પ્રતિમા પત્થરની છે, હું નથી.” તેવું બાધનું જ્ઞાન હોવા છતાં પણ તે જ વખતે પ્રતિષ્ઠાવિધિ દ્વારા ભક્તોએ આ પ્રતિમામાં મારી પ્રતિષ્ઠા કરી છે, તેવો બોધ થવાને કારણે તે દેવતાને ‘આ હું છું’ અથવા ‘આ મારી પ્રતિમા છે’ એ પ્રકારની બુદ્ધિરૂપ ઇચ્છાથી પ્રતિમામાં ‘હુંપણા'નું કે ‘મારાપણાનું' જ્ઞાન થાય છે તે આહાર્ય આરોપ છે.
વળી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાને જે અહંકાર-મમકારરૂપ જ્ઞાન થયેલું તે જ્ઞાન તે દેવતા જ્યારે અન્ય પ્રવૃત્તિમાં ઉપયુક્ત હોય ત્યારે તેને ઉપયોગરૂપે રહેતું નથી. તેથી પ્રતિમામાં થયેલ અહંકાર-મમકારરૂપ જ્ઞાન નાશ થાય છે. આમ છતાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા જેમ દેવતાને અહંકાર-મમકારરૂપ જ્ઞાન પેદા થયેલ, તેમ પ્રતિમામાં સંસ્કારોનું પણ આધાન થયેલ, તેથી તે પ્રતિમામાં તે વખતે દેવતાનું અહંકાર-મમકારરૂપ સંનિધાન નહીં હોવા છતાં પ્રતિમામાં સંસ્કાર વિદ્યમાન હોવાથી પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની અનુપપત્તિ નથી=પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે તે કથન સંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org