________________
ઉ૪
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ મારી પ્રતિષ્ઠા થઈ છે,’ એ પ્રકારે અનુપસ્થિતિવાળી દશામાં, અને વિવિધ નાના દેશમાં પ્રતિષ્ઠાકર્મનું બાહુલ્ય હોતે છતે અહંકાર-મમકારની અનુપપત્તિ છે કોઈક વ્યક્તિ દ્વારા કરાતી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં તે દેવતાને અહંકાર-મમકારની અનુપપતિ છે.
માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સંવિધાન થાય છે, એ પ્રકારનું પૂર્વપક્ષી તૈયાયિકનું કથન અસંગત છે, એમ અત્રય છે.
વળી પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી અસ્પૃશ્યના સ્પર્ધાદિ થાય તો પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારો નાશ પામે છે. તેમ કહીને પૂર્વપક્ષીએ પ્રતિમાને અપૂજ્યરૂપે સ્વીકારેલ, પરંતુ વીતરાગદેવસ્થળમાં ભગવાનની પ્રતિમાને અસ્પૃશ્યનો સ્પર્શાદિ થાય એટલા માત્રથી ભગવાનની પ્રતિમા અપૂજ્ય બનતી નથી. આમ છતાં પૂર્વપક્ષીએ કહ્યું કે “પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્ધાદિ દ્વારા સંસ્કારનો નાશ થાય છે.” તેમ વીતરાગની પ્રતિમામાં સ્વીકારીએ તો શું દોષ આવે ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે –
સંસ્કારના પિ . સંસ્કારના નાશમાં અપૂજ્યત્વની આપત્તિ છેપ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગની પ્રતિમામાં સંસ્કાર પડે છે, અને અસ્પૃશ્યતા સ્પશદિથી સંસ્કાર નાશ પામે છે, તેમ સ્વીકારીએ તો વીતરાગની પ્રતિમામાં અપૂજ્યત્વની આપત્તિ છે.
નૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાની સન્નિધિ થાય છે અને પ્રતિમામાં સંસ્કાર પડે છે. તેથી પ્રતિષ્ઠિત એવી પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને પૂજા ફળની અનુપપત્તિ નથી, તેમ સ્વીકારવાથી ગૌરવદોષ છે, તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે -
તજ્ઞાનસંરતનુયો .. અનrગત એવા તેના જ્ઞાન અને સંસ્કારનું પ્રતિષ્ઠાવિધિથી પેદા થયેલ અહંકાર-મમકારરૂપ દેવતાનું જ્ઞાન, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં આધાત થયેલ સંસ્કારનું પૂજાફળપ્રયોજકપણું સ્વીકારાયે છતે ગૌરવદોષ છે. માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સવિધાન થાય છે અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે, એ પ્રકારનું વૈયાયિકનું કથન યુક્ત નથી, એમ પૂર્વ સાથે સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org