________________
૭૨
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પૂર્વમાં નૈયાયિકની માન્યતા અનુસાર પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે, જેના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે બતાવીને તૈયાયિકનું તે કથન સંગત નથી, તે યુક્તિથી સ્થાપન કર્યું. તેની પૂર્વે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી કઈ રીતે પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે યુક્તિથી બતાવેલ. તે પ્રમાણે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે અને પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનને કારણે પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ થાય છે, એમ પૂર્વમાં સ્થાપન થયું. ત્યાં તૈયાયિકો તરફથી કોઈક કહે છે –
તમારા મત પ્રમાણે પણ કોઈ પૂજા કરનાર પુરુષ વ્યાસંગદશામાં હોય=આ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે, એ પ્રકારના ઉપયોગરહિત દશામાં હોય ત્યારે તે પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થતું નથી, તેથી તે પૂજા કરનારા પુરુષને પૂજાફળની પ્રાપ્તિ થશે નહિ; કેમ કે પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનથી થયેલ ભગવદ્ ભક્તિથી પૂજાફળની પ્રાપ્તિ છે, એમ જૈનો કહે છે; અને જેને પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન નથી, તે પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનથી થયેલી ભક્તિ નથી, માટે પૂજાફળની પ્રાપ્તિ થશે નહિ.
આ પ્રકારના નૈયાયિક તરફથી અપાયેલા દોષનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાન વિના પૂજા કરનારને વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિ દ્વારા સામાન્ય ફળની પ્રાપ્તિ છે.
આશય એ છે કે લોકોત્તમ પુરુષના આલંબનવાળો ભાવ આ પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠિત છે, એવું જે શ્રાવક પ્રતિસંધાન કરે છે, અને તે પ્રતિસંધાનના કારણે લોકોત્તમ પુરુષના સ્વરૂપને ઉપસ્થિત કરીને “તે લોકોત્તમ પુરુષની હું ભક્તિ કરું છું” એ પ્રકારનો વિશેષ ભાવ જે શ્રાવક કરે છે, તેને અનુરૂપ વિશેષ નિર્જરા તે શ્રાવકને થાય છે; પરંતુ જે પૂજા કરનાર શ્રાવકો પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન કરતા નથી, આમ છતાં “આ ભગવાનની મૂર્તિ છે એ પ્રકારની ઉપસ્થિતિ કરીને ભગવાન પ્રત્યે જે પ્રકારના પ્રીતિ આદિ ભાવોથી યુક્ત ભક્તિ કરે છે, તેને અનુરૂપ સામાન્યથી નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે.
વળી જે આચાર્ય કહે કે પૂજા કરનારને યથાર્થ પ્રતિષ્ઠિતત્વનું પ્રત્યભિજ્ઞાન થાય તો જ પૂજાનું ફળ મળે, અન્યથા નહિ, તેઓને નૈયાયિકે આપેલો દોષ પ્રાપ્ત થાય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org