________________
જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૮ (૨) ઉદેશવાખ્ય વિષયતાની શુદ્ધિ -
જિનાલયનું કૃત્ય કરતી વખતે શ્રાવક આલોકની પ્રતિષ્ઠાની કે પરલોકના ભોગાદિ સુખની આશંસા વગર, “ભગવાનની ભક્તિથી પ્રેરાઈને=લોકોત્તમ એવા અરિહંતોની ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરીને હું સર્વવિરતિની શક્તિના સંચયવાળો થાઉં' એ પ્રકારના ઉત્તમ અધ્યવસાયથી પ્રેરાઈને, જિનાલયના નિર્માણનું કૃત્ય કરે તો તે કૃત્યનો ઉદ્દેશ્ય ભગવાનની ભક્તિ છે, પરંતુ આલોકની ખ્યાતિ નથી કે પરલોકમાં ભૌતિક સુખની આશંસા નથી. તેથી તે જિનાલયના નિર્માણની પ્રવૃત્તિમાં ઉદ્દેશ્યની શુદ્ધિ છે.
અહીં વિશેષ એ છે કે સંસારથી વિસ્તાર પામવાના અર્થી શ્રાવકે યોગ્ય ગુરુ પાસેથી અઢાર હજાર શીલાંગરૂપ ચારિત્ર પાળનારા ભાવસ્તવને કરનાર મુનિઓ કેવા ઉત્તમ આશયવાળા હોય છે તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ અને દ્રવ્યસ્તવ આવા ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ કઈ રીતે બને છે તેનો યથાર્થ બોધ કરીને તે પ્રકારના ચિત્તના પ્રતિસંધાનપૂર્વક દ્રવ્યસ્તવરૂપ જિનાલય નિર્માણ કરવું જોઈએ. જેથી આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા સંસારના અંતનું કારણ બને. તે ઉદ્દેશ્યત્વઆખ્યવિષયતાની શુદ્ધિ છે. (૩) સાધ્યત્વાખ્ય વિષયતાની શુદ્ધિ -
જિનાલયનિર્માણના કૃત્ય વખતે શ્રાવકે ઘરના કે વ્યાપારાદિના કાર્યનો સર્વથા પરિહાર કરવો જોઈએ અર્થાત્ જો શક્તિ હોય તો જિનાલયના નિર્માણકાળ સુધી પોતાનાં વ્યાપારાદિનાં કૃત્ય સર્વથા બંધ કરીને સર્વ ઉદ્યમથી જિનાલયના કૃત્યમાં યત્ન કરવો જોઈએ. કદાચ એવી શક્યતા ન લાગે તો જિનાલયના નિર્માણકાળ સુધી વ્યાપાર આદિનાં કૃત્ય અન્ય કોઈને સોંપીને તેનાથી સર્વથા ચિત્તને નિવૃત્ત કરવું જોઈએ, જેથી ભગવદ્ભક્તિમાં ચિત્ત સમ્યફ નિયોજિત થાય.
વળી શ્રાવકે ગૃહકાર્યનો ત્યાગ કરીને જિનાલયની સર્વ પ્રવૃત્તિઓમાં જલાદિ જીવોની પીડાના પરિહારરૂપ સર્વ યતનાથી પ્રવૃત્તિ કરવી જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે સ્વકૃતિસાધ્ય એવી યાતના જિનાલયના નિર્માણમાં વર્તે છે, અને સ્વકૃતિસાધ્ય એવા ગૃહાદિ આરંભનો ત્યાગ જિનાલયના નિર્માણના કાળમાં વર્તે છે. તેથી જિનાલયનિર્માણની પ્રવૃત્તિમાં સાધ્યની શુદ્ધિ છે. In
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org