________________
go
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ સ્થાપ્યમાં સ્થાપ્ય એવા બિબમાં, મુખ્ય મુખ્ય દેવતાના વિષયવાળી, આ નથી=પ્રતિષ્ઠા નથી; કેમ કે તેના અધિષ્ઠાન આદિનો અભાવ છે=મુખ્ય દેવતાના અધિષ્ઠાન આદિનો પ્રતિમામાં અભાવ છે." (ષોડશક-૮, શ્લોક-૬)
પૂજાદિથી તેને=મુખ્ય દેવતાને, અહીં કોઈ મુખ્ય ઉપકાર નથી, રૂતિએ પ્રમાણે (જાણવું). તે કારણથી આ અતત્ત્વકલ્પના=મુક્તિમાં રહેલા દેવતાના ઉપકાર વિષયવાળી એવી આ અતત્ત્વકલ્પના, બાલક્રીડા સમાન છે. (ષોડશક૮, શ્લોક-૭)
* ‘મસંરરિ’ - અહીં ‘મથી પ્રતિષ્ઠાવિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ:(i) પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવાથી પૂજકને પ્રાપ્ત ફળ :(i) વીતરાગનું સંનિધાન પ્રતિષ્ઠિત પ્રતિમામાં અસંભવી :
જિનપ્રતિમાના નિર્માણ પછી પ્રતિમા કરાવનાર શ્રાવક પ્રતિમામાં ઉપચારથી મુખ્ય દેવતાના સ્વરૂપની પ્રતિષ્ઠા કરે છે, અને આ પ્રતિષ્ઠા કર્યા પછી અન્ય પણ જીવો તે પ્રતિમાની પૂજા કરે ત્યારે આ પ્રતિમામાં મુખ્ય દેવતાની પ્રતિષ્ઠા થયેલી છે” એ પ્રકારના જ્ઞાનથી ઊઠેલી સમાપત્તિ દ્વારા વિપુલ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે; અને આ પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઊઠેલી સમાપત્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે “પૂર્વ પૂર્વના પુરુષો દ્વારા આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે', તે પ્રકારનું પ્રતિસંધાન થવાથી પૂજા કરનાર શ્રાવકને તે પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર ઉત્પન્ન થાય છે, અને તે આદરને કારણે ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. તેથી ભગવાન પ્રત્યેના બહુમાનથી પૂજાકાળમાં ભગવાનના ગુણો સાથે એકાગ્રતારૂપ સમાપત્તિ થાય છે, જેથી ભગવાનના ગુણો સાથે તન્મય થયેલો પૂજા કરનારનો ઉપયોગ વીતરાગત્વનાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરાનું કારણ બને છે.
આશય એ છે કે વર્ષો પહેલાં કોઈ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય, તેના વંશજો પોતાના પિતા પાસેથી સાંભળે કે “મારા પિતાએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે,” ત્યારપછી તેના વંશજો તેના પિતા પાસેથી સાંભળે કે “મારા દાદાએ આ પ્રતિષ્ઠા કરાવી છે. આ રીતે પૂર્વ પૂર્વના પુરુષ પાસેથી પ્રતિષ્ઠિતત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org