________________
રપ
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧
વળી શ્રાવક જેમ જિનાલયનું નિર્માણ કરે તેમ તે જિનાલયના પરિપાલન અને સંવર્ધન દ્વારા તેને અર્પણ કરેલ મૂળધન નાશ ન થાય તેવી વ્યવસ્થા પણ કરે. તેથી પોતાના મૃત્યુ પછી પણ તે જિનગૃહની વ્યવસ્થા સારી રીતે થઈ શકે, અને પ્રસંગોપાત તેમાં જે કાંઈપણ વૃદ્ધિ કરવા જેવું જણાય, તેની વૃદ્ધિ પણ તે શ્રાવકથી સ્થપાયેલા ધનથી થઈ શકે; અને તે ધનનું જે વ્યાજ આવે તેનાથી આ સર્વ કાર્ય થાય, પણ મૂળ ધન નાશ ન પામે તે પ્રકારની વ્યવસ્થાથી યુક્ત જિનભવન કરાવે; અને આ રીતે જિનગૃહ કરાવ્યા પછી ત્યાં શીધ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરે; કેમ કે અધિષ્ઠાનવાળું જિનગૃહ જ વૃદ્ધિવાળું થાય છે અર્થાત્ પ્રતિમાથી યુક્ત એવા તે જિનગૃહથી લોકોને ધર્મની પ્રાપ્તિ દ્વારા ભાવની વૃદ્ધિ થાય છે. I૧ના અવતરણિકા :
જિનગૃહનું નિર્માણ કર્યા પછી તે જિનગૃહમાં શીઘ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, તેમ પૂર્વશ્લોક-૧૦માં કહ્યું. તેથી હવે જિનબિંબના નિર્માણ વખતે પ્રતિમાને ઘડનારા પાસેથી કાર્ય કરાવવા માટે શું ઉચિત કરવું જોઈએ ? તે બતાવે છે – શ્લોક :विभवोचितमूल्येन कर्तुः पूजापुरःसरम् ।
देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति ।।११।। અન્વયાર્થ :
બનાસ્થવ તું પૂગાપુર સર=અતઘ જ એવા કર્તાની પૂજાપૂર્વક=વ્યસન વગરના જ એવા કર્તાની પૂજાપૂર્વક વિમવતિમૂજોન વૈભવને ઉચિત મૂલ્યથી તત્સતે-પહેરામણીતા વિષયભૂત અલંકાર રેવં=આપવા જોઈએ, તથા=જે પ્રકારે ચિત્ત નત્તિ ચિત્ત નાશ પામે નહીં=જિતબિબ નિર્માણ કરનાર શિલ્પીનું અને જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવકનું ચિત્ત નાશ પામે નહીં. I૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org