________________
જિનભક્તિહાત્રિશિકા/શ્લોક-૧૩ કરનાર શ્રાવકના ચિત્તમાં શિલ્પીના વિષયમાં અપ્રીતિ ન થાય તેના માટે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે કે જિનબિંબ નિર્માણ કરનાર એવા શિલ્પીના વિષયમાં જો શ્રાવકને અપ્રીતિ થાય તો તે અપ્રીતિ ફળથી જિનમાં કહેવાય છે અર્થાત્ જિનમાં અપ્રીતિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ શિલ્પીમાં કરાયેલી અપ્રીતિથી પ્રાપ્ત થાય.
અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને ભગવાનમાં અપ્રીતિ નથી, પરંતુ શિલ્પીના કોઈક પ્રસંગથી શિલ્પીમાં અપ્રીતિ છે, તેથી શિલ્પીમાં કરાયેલી અપ્રીતિથી ભગવાનમાં કરાયેલી અપ્રીતિનું ફળ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
શિલ્પી આલંબનક પણ અપ્રીતિ ઝિનના ઉદ્દેશને આશ્રયીને છે અર્થાત્ જિનપ્રતિમાના નિર્માણના ઉદ્દેશને આશ્રયીને શિલ્પીમાં કરાયેલી અપ્રીતિ જિનઉદ્દેશક હોવાથી જિનમાં કરાયેલી અપ્રીતિ તુલ્ય ફળનું કારણ છે, તેથી શિલ્પીમાં થતી અપ્રીતિ સર્વ અપાયનો હેતુ છે. માટે શિલ્પી વિષયક અપ્રીતિના પરિહારમાં યત્ન કરવો જોઈએ.
અને ભગવાનમાં અપ્રીતિ સર્વથા પરિહાર્ય છે, તેથી ભગવાન ઉદ્દેશક શિલ્પીમાં પણ અપ્રીતિનું સર્વથા પરિહાર્યપણું છે. માટે શ્રાવકે જિનબિંબનું નિર્માણ કરતી વખતે જે શિલ્પીને કાર્ય સોંપ્યું હોય તે શિલ્પી જો બાળ હોય તો તે બાળ શિલ્પીને રમકડાં આદિ આપીને તેની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, જો શિલ્પી કુમાર હોય તો તેની અવસ્થાને ઉચિત વસ્તુ આદિ આપીને તેની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, અને જો શિલ્પી યુવા હોય તો તેને અનુરૂપ ભોગસામગ્રી આપીને તદ્ગત અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ; અને આ મનોરથો કરતી વખતે શિલ્પીની બાલાદિ અવસ્થાનો અનાદર કરીને પ્રતિમાગત અવસ્થાત્રયના ઉભાવનથી શ્રાવક દ્વારા મનથી ઉત્થાપન કરાયેલા=પોતાના મનથી ઉત્પન્ન કરાયેલા એવા જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીગત દોહદો રમકડાં આદિ વસ્તુ શિલ્પીને આપીને પૂરવા જોઈએ.
તેથી એ પ્રાપ્ત થાય કે “આ બાલશિલ્પી છે, માટે હું તેને રમકડાં આપું એવા મનોરથ વડે આપવાથી ભગવાનની ભક્તિ થાય નહીં, પરંતુ ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org