________________
પપ
જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૮
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અને આ રીતે= પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનો વીતરાગત્યાદિ અવગાહન કરનારો ભાવ ઉપચારથી પ્રતિમામાં છે, એમ પૂર્વમાં કહ્યું એ રીતે, તેના અધ્યવસાયનો નાશ થવાથી=વીતરાગતાને અવગાહન કરનારો અધ્યવસાય પ્રતિષ્ઠાકાળમાં હતો અને ઉત્તરમાં તે અધ્યવસાયનો નાશ થવાથી, પ્રતિમાના અપ્રતિષ્ઠિતત્વની આપત્તિ છે એમ શંકા ન કરવી; કેમ કે તેના નાશમાં પણ=શ્રાવકના વીતરાગત્યાદિ અવગાહન કરનારા અધ્યવસાયના નાશમાં પણ, તેનાથી આહિત શ્રાવકના અધ્યવસાયથી આહિત, ઉપચિરત સ્વભાવવિશેષનો=પ્રતિમામાં “તે જ આ છે' એ પ્રકારના ઉપચરિત સ્વભાવવિશેષતો, અનાશ છે નાશ નથી.
અહીં પ્રશ્ન થાય કે શ્રાવકનો અધ્યવસાય પ્રતિષ્ઠાકાળમાં ઉપયોગરૂપે હતો, તેથી પ્રતિષ્ઠાના ઉપયોગકાળમાં પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ છે, તેમ કહી શકાય, પરંતુ ત્યારપછી પ્રતિમામાં ઉપચરિત સ્વભાવનો નાશ થયો નથી, તેમ કેમ કહી શકાય ? તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે –
બે પ્રકારનો જ ઉપચરિત સ્વભાવ શાસ્ત્રમાં કહેવાયો છે : (૧) સ્વાભાવિક અને (૨) ઔપાધિક.
આઘ=સ્વાભાવિક-ઉપચરિત-સ્વભાવ, પરજ્ઞતા-પરદર્શકત્વ-સ્વરૂપ છે અને અંત્ય ઔપાધિક-ઉપચરિત-સ્વભાવ, વિચિત્ર છે. એથી દોષ નથી= શ્રાવકનો અધ્યવસાય નાશ પામવા છતાં તદ્ આહિત ઉપચરિતસ્વભાવવિશેષનો પ્રતિમામાં અનાશ છે, તેમ કહેવામાં દોષ નથી. ૧૮
ક તત્રાશેf’ - અહીં 'પથી એ કહેવું છે કે તેના અનાશમાં તો તદાહિત ઉપચરિત સ્વભાવવિશેષનો અનાશ છે, પરંતુ તેના નાશમાં પણ તદાહિત ઉપચરિત સ્વભાવવિશેષનો અનાશ છે. ભાવાર્થપ્રતિમામાં ઉપચાર પ્રતિષ્ઠા :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં મુખ્ય દેવતાના આલંબનવાળો પરિણામ મુખ્ય પ્રતિષ્ઠા છે. એ રીતે પ્રતિષ્ઠાનો અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org