________________
૩૦
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ થાય તે પ્રકારના પરિણામપૂર્વક, સર્વ ઉચિત ઉત્સાહથી પ્રવૃત્તિ કરવામાં આવે, અને જિનબિંબનિર્માણકાળમાં ભગવાનની ત્રણે અવસ્થાઓનું સમ્યક્ ભાવન થાય, તદર્થે આગળના શ્લોકમાં બતાવાશે એવી જિનની અવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીના દોહલાઓ પૂરવામાં આવે, તો તે તે પ્રકારના ભાવોથી ચિત્તમાં વિશેષ ઉત્સાહ થાય, તે સર્વ ઉત્સાહો જિનપ્રતિમાના નિર્માણની ફળપ્રાપ્તિનાં કારણો છે. તેથી જિનબિંબ નિર્માણ કરતી વખતે શ્રાવકે સર્વ પ્રકારના ઉચિત ઉત્સાહ કરવા જોઈએ, જે મહાન ફળનું કારણ છે. II૧શા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે બિબથી ઉત્પન્ન થયેલા જેટલા ઉત્સાહી છે, તે સર્વ બિંબનાં કારણો છે, તેથી જિનબિંબના નિર્માણના ઉત્સાહમાં વિધ્યભૂત એવી શિલ્પીની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ. અન્યથા બિંબનિર્માણની પ્રવૃત્તિથી ઉચિત ફળની પ્રાપ્તિ થાય નહીં. તેથી કહે છે – શ્લોક :
तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता ।
पूर्या दौर्हदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ।।१३।। અન્વયાર્થ
તર્તરિ =અને તેના કતમાં-બિબનું નિર્માણ કરનાર શિલ્પીમાં વાડતિ =જે અપ્રીતિ થાય છે તે તત્ત્વતઃ ત્રફળથી નિને મૃત=જિનમાં કહેવાઈ છે. ત—તે કારણથી નિનાવસ્થાત્રિયાશ્રય =જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા એવા ર્દમેવા=શિલ્પીગત દોહદભેદો પૂર્યા =પૂરવા જોઈએ. ૧૩ શ્લોકાર્ધ :
અને તેના કર્તામાં=બિંબનું નિર્માણ કરનાર શિલ્પીમાં, જે અપ્રીતિ થાય છે, તે ફળથી જિનમાં કહેવાઈ છે. તે કારણથી જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા એવા શિલ્પીગત દોહદભેદો પૂરવા જોઈએ. ll૧૩II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org