________________
જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૯ * દ્રવ્યમાવયોરચો સમજુવેડા' – અહીં ‘પથી એ કહેવું છે કે દ્રવ્ય અને ભાવનો અન્યોન્ય સમન્વેધ ન હોય તો તો દ્રવ્યસ્તવ કહેવાય; પરંતુ દ્રવ્ય અને ભાવ બંનેનો અન્યોન્ય સમન્વેધ હોવા છતાં પણ દ્રવ્યના પ્રાધાન્યને કારણે દ્રવ્યસ્તવ કહેવાય છે. ભાવાર્થ :વતનાયુક્ત દ્રવ્યસ્તવનો આરંભ ગૃહસ્થને ભાવપૂજારૂપ ભાવયજ્ઞ -
શ્લોક-૨માં કહ્યો તેવો અધિકારી પુરુષ, શ્લોક-૩થી ૮ સુધી બતાવ્યું તે પ્રમાણે યતનાપૂર્વક જિનાલયનિર્માણનો સર્વ આરંભ કરે તો તે જિનાલય નિર્માણનો આરંભ નિષ્ફળ એવા અધિક આરંભની નિવૃત્તિવાળો બને છે અર્થાત્ નિષ્ફળ એવા ગૃહકાર્યના આરંભનો અને જિનાલયના નિર્માણમાં જલાદિ જીવોની પીડાના પરિહારરૂપ અધિક આરંભનો પરિહાર થાય છે.
વળી કોઈને અપ્રીતિ ન થાય તેવો યત્ન કરવાથી પણ પરંપરાએ અધિક આરંભનો પરિહાર થાય છે. તે આ રીતે - જિનાલય નિર્માણ સમયે આજુબાજુમાં રહેલા લોકોને જિનાલય પ્રત્યે દ્વેષ થાય તો તેઓ દુર્લભબોધિ થાય છે. વળી જિનાલય નિર્માણમાં કાર્ય કરનારા માણસોને પણ પોતાના કૃત્ય પ્રમાણે ધન ન મળે તો જિનાલયના કૃત્યમાં અપ્રીતિ થાય છે અને તેના કારણે તેઓ દુર્લભબોધિ થાય છે અને દુર્લભબોધિ થવાથી તેઓ ધર્મથી વિમુખ થઈને સંસારમાં ઘણા આરંભો કરે; પરંતુ પરની પીડાના પરિવાર માટે સમ્યક્ યત્ન કરવામાં આવે તો જિનાલયનું કૃત્ય કોઈને દુર્લભબોધિની પ્રાપ્તિનું નિમિત્ત બને નહીં. એટલું જ નહીં, પણ કેટલાક જીવોને બીજાધાનની પ્રાપ્તિનું કારણ બને, જેથી તેઓ ધર્મને પામીને સંયમાદિ ગ્રહણ કરશે ત્યારે આરંભની નિવૃત્તિ થશે. તેથી પરપીડાના પરિહારથી અધિક આરંભની નિવૃત્તિ થાય છે. તેથી જિનાલયમાં થતો આરંભ શ્રેયફળથી યુક્ત સદારંભ છે=જિનાલય નિર્માણ કરનારની કલ્યાણની પરંપરાનું કારણ થાય એવા સદારંભથી યુક્ત છે.
વળી વિવેકી શ્રાવક “મેં કયું ઉચિત કૃત્ય કર્યું છે ?' કયું ઉચિત કૃત્ય કરવાનું બાકી છે ? અને કયું ઉચિત કૃત્ય વર્તમાનમાં મારે કરવું જોઈએ ? એવા પ્રકારના શુભાશયથી જિનાલય નિર્માણમાં યત્ન કરે છે. તેથી જિનાલયના નિર્માણની પ્રવૃત્તિ ભાવયજ્ઞ છે=ભાવપૂજા છે અર્થાતુ વીતરાગની ભાવથી પૂજા છે, જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org