________________
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ ધર્મમાં ઉદ્યમશીલ એવા જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક, પરની અપ્રીતિના પરિહાર અર્થે તે દેશની નજીકમાં રહેનારા સ્વજનાદિ સંબંધ રહિત પણ લોકોને દાન-સન્માનાદિ દ્વારા સત્કાર કરે, તો તે દેશના આસન્નવર્તી જીવોને જિનમંદિર નિર્માણના પ્રસંગમાં અપ્રીતિ થવાનો સંભવ હોય તો તેનો પરિહાર થાય છે; અને આ રીતે જિનમંદિર નિર્માણના કાર્યમાં પરની અપ્રીતિના પરિવાર માટે જે યત્ન કરાયો તે ભગવાનમાં રહેલી પોતાની ભક્તિમયુક્ત ઔદાર્યનું કૃત્ય છે, અને “આ પ્રકારના ઔદાર્યના કૃત્યથી જિનમંદિર નિર્માણ કરનારના ચિત્તમાં શુભાશયની વૃદ્ધિ થાય છે અર્થાત્ કોઈપણ યોગ્ય જીવોને જિનમંદિર નિર્માણના કાર્યમાં દ્વેષ ન થાય અને દુર્લભબોધિની પ્રાપ્તિ ન થાય, પરંતુ જિનમંદિરના નિર્માણના નિમિત્તને આશ્રયીને બીજાધાનની પ્રાપ્તિ થાઓ” એ પ્રકારના શુભાશયની વૃદ્ધિ થાય છે; અને આ પ્રકારના શુભાશયના ફળરૂપે જિનમંદિર નિર્માણ કરનાર પુરુષમાં બોધિની વૃદ્ધિ થાય છે અર્થાત્ અનેક જન્મોમાં સંતાનરૂપે બોધિની પ્રાપ્તિ થાય છે. આપા અવતરણિકા - જિનાલય નિર્માણ અર્થે અધિકારી શ્રાવક કેવી ભૂમિ ગ્રહણ કરે, તેનું સ્વરૂપ બતાવ્યું, અને જિનાલય નિર્માણમાં કોઈને અપ્રીતિ ન થાય તેના માટે શું ઉચિત કરવું જોઈએ, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે ભૂમિની ખરીદી પછી જિનાલયના નિર્માણ માટે કેવા પ્રકારની ઉપાદાન સામગ્રી ખરીદવી જોઈએ ? કઈ રીતે ખરીદવી જોઈએ ? કઈ રીતે લાવવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
इष्टकादि दलं चारु दारु वा सारवनवम् ।
गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ।।६।। અન્વયાર્ચ -
રૂષ્ટાદ્રિ રત્ન ઈંટ આદિ ઉપાદાન સામગ્રી વા=અને સારું લાકડું વા=સુંદર સારવ=સારવાળું નવ=નવું યત્નતા=યત્નપૂર્વક મૂવિન્ટેન ઉચિત મૂલ્યથી નવદીયા પ્રહ ગાયાદિને પીડા આપ્યા વિના ગ્રહણ કરવું જોઈએ. દા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org