Book Title: Jina Dhammo Part 02 Author(s): Nanesh Acharya Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh View full book textPage 8
________________ એક દીપ આદિત્ય બની ગયો (આચાર્ય શ્રી નાનેશ સંક્ષિપ્ત પરિચય) એક નાનો દીપ, એક નાનકડો દીપ, સદા હરતો તિમિર જગનું, સહજ શાન્ત અભીત ! નાનો દીપક, ગામની માટીની સુગંધથી સુવાસિત, સંસ્કારોના નેહથી સિંચિત, નિર્મળ વર્તિકાથી સુસજ્જિત જ્યોતિર્ધર શ્રી જવાહરાચાર્યના સુશાસનમાં યુવાચાર્ય શ્રી ગણેશાચાર્યથી પ્રકાશ લઈ પોતાની ચારેબાજુ પરિવ્યાપ્ત નિબિડ અંધકારને વિદીર્ણ કરવાના હેતુ પ્રજ્વલિત થઈ ઊઠ્યો હતો. અગ્નિજ્યોતિ, ચંદ્રજ્યોતિ, સૂર્યજ્યોતિની જાજ્વલ્યમાન પરંપરામાં સંમિલિત થવાનું ક્ષીણ દીપજ્યોતિનું દુસ્સાહસ. બલિહારી એ આત્મબળની જે દીપકથી દીપક પ્રગટાવીને અમાનિશાને અમંગલકારી દીપાવલીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે છે, ત્યારે જો નાનો દીવો, પ્રકાશની અજસ્ત્ર ધારા પ્રવાહિત કરવાના હેતુ, નાનાદિશોન્મુખી હોય, નાનાવિધ, સર્વજનહિતાય, આચાર્ય નાનેશ બની ગયા તો આશ્ચર્ય કેવું ? શાસ્ત્રકારોએ પણ કહ્યું છે - जह दीवो दीवसयं पइप्पर जसो दीवो । दीवसमा आयरिया दिव्वंति परं च दिवंति ॥ અને પછી બાળ ભગવાનની પરંપરા કંઈ નવી તો નથી. પ્રલય પારાવારમાં વટવૃક્ષના પત્ર પર સહજ નિદ્રામગ્ન બાલમુકુંદ સાક્ષાત્ બ્રહ્મ જ, જેને શ્રદ્ધાળુ લોકો ભક્તભાવથી નમન કરે છે. “વટસ્ય પત્રસ્ય ઘુટ:” શયાનમ્ વાલમુદ્રમ્ શિરસા નમામિ ।” અને એમના સંરક્ષણમાં નવી સૃષ્ટિનો વિકાસ સંભવ થયો હતો. અજ્ઞાનાંધકારના હરણમા મહત્ત્વ વય, આકાર, રૂપ અથવા વર્ણનો હોતો નથી; કારણ કે - “કતમતં મુળેદિ ચેવ વિખ્ખરૂં ” ઉત્તમતા ગુણોથી પ્રાપ્ત થાય છે, અને ગુણોની પૂજા થાય છે - “શુળ: પૂનાસ્થાનં ન ચ લિંગ ન ચ વયઃ ।” આ જોઈને તો પૂજ્ય આચાર્ય શ્રી ગણેશીલાલજી મ.સા.એ પૂર્ણ આવસ્તિ-ભાવથી આઠમા પાટના અધિષ્ઠાતસ્તું પદ ‘નાનાલાલ’ને આપવાની પૂર્વપીઠિકાની નવી દિશામાં એમણે યુવાચાર્યના પદ પર અભિષક્ત કર્યા હતા. ભલેને જનની શૃંગારબાઈનું મમતાવ્યાકુળ સંશયશીલ હૃદય પ્રાર્થના કરતા રહ્યા હોય - “તે ખૂબ નાનો બાળક છે, એની પર આટલો મોટો બોજ ન નાખો.”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 530