Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 14
________________ અને નિરર્થક વાતો છોડી દો. ધર્મ આરાધના માટે બે જ સાધન છે. જે જ્ઞાનથી સિદ્ધ થાય છે. પ્રથમ જ્ઞાત દોષોનો ત્યાગ અને બીજું જ્ઞાત ગુણોનું સેવન. (૨.૫. ગા. ૭૧) પ્રથમ જ્ઞાનથી નિષ્પન્ન વિવેકબુદ્ધિથી યથાર્થ અને વ્યર્થનો ભેદ જાણવો પડે છે, દોષોનું જ્ઞાન, એમનો ત્યાગ અને ગુણોનું સેવન-આચરણ જ્ઞાનથી જ થાય છે. મનોવિજ્ઞાને અંત:કરણ કે અંતરાત્માની વ્યાખ્યા આપતા કહ્યું છે: Inner Religionfound in all human beings. જેમાં આંતરિક ધાર્મિક - આધ્યાત્મિકશ્રદ્ધા, મૂલ્યનિષ્ઠા, જીવનનો ઉદ્દેશ, પરમતત્વ પર શ્રદ્ધા, તમામ સુષ્ટિ પ્રત્યે આદર અને વિસ્મય અને અસ્તિત્વનો આનંદ. મનોવિજ્ઞાન - ફોઈડે અંત:કરણના ત્રણ સ્તર બતાવ્યા છે. Super Ego – અધિઅહં. Ego – અહં. Id – નિમ્ન અહં. Super Ego એજ Conscience. અંત:કરણની ઉચ્ચ દશા કે અંતરાત્મા જેમાં ઉપર જણાવેલ તત્વો સમાવિષ્ટ છે. માણસ જ્યારે ખોટું કામ કરે છે, ત્યારે જે ડંખે છે, નાનકડો અવાજ કાઢી ચેતવે છે, તે જ અંતરાત્મા અથવા Conscience અર્થાત્ Super Ego. ફોઈડના સાથી કાર્ય યુગે માનવી માટેની અધ્યાત્મિકતાની અનિવાર્યતા પર ભાર મૂકયો. આજે મનોવિજ્ઞાનનો એક પગ આધ્યાત્મના ઓરડામાં છે. નજીવી ભેદરેખા છે. કોઈ યુગપુરુષનો એક ધકકો મનોવિજ્ઞાનને આધ્યાત્મના ઓરડામાં લાવી દેશે. ગીતાએ આ અંતરાત્મા માટે ઉપદ્રષ્ટા-સાક્ષી એવો શબ્દપ્રયોગ કર્યો છે. ઉપદ્રષ્ટા અનુમન્તા- અનુમતિ આપનાર Conscience- અંતરાત્મા. જે તરત સ્વીકાર ન સ્વીકારનો ફેંસલો આપે છે. બીજો શબ્દ પ્રયોગ છે: મયાધ્યક્ષણ- અધિક અક્ષ = અધ્યક્ષ. બધું જેની નજર હેઠળ થાય છે, તેનો સાક્ષી એટલે અંતર્યામી. આ અધ્યક્ષ કર્મના સૃષ્ટિકમમાં માથું મારતા નથી. અંતરાત્મા એટલે પરમ ચેતનાનો અંશ, દિવ્યતા. ભગવતતા, માનવીમાં રહેલ ઈશ્વરતા. ‘માધજ્ઞાન” અર્થાત્ વ્યર્થ જ્ઞાનવાળા માણસો આનો અવાજ સાંભળી શકતા નથી અથવા સાંભળવા માગતા નથી અને સંભળાઈ જાય તો “ચૂપ બેસ કહીને ચૂપ કરી દે છે. મનોવિજ્ઞાની વિલિયમ ફિલ્ડીંગ તારાવ્યું છે કે અખૂટ શકિતથી ભરેલું અજ્ઞાત મન હોવા છતાં તેનો ઉપયોગ માણસ કરતો નથી. એમાંથી શકિત મેળવે, તો શારીરિક અને માનસિક આરોગ્ય પ્રાપ્ત કરી શકે તેવી પ્રક્રિયાઓ શીખી શકે છે. માત્ર દશમાં ભાગનું મન જાગૃત છે. બાકી અર્ધજાગૃત અને અજાગૃત. વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 148