Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨૦ વચ્ચે ભમતા રહેતા. મનોવિજ્ઞાનીઓએ બાળકોને સંમોહિત કર્યા પછી તારવ્યું કે તમામ બાળકો આગલા જન્મમાં નાશ પામેલા ગામનાં જ રહેવાસી હતા. બાળકોએ આપેલી ભૂતકાળની ઘટનાઓને ઐતિહાસિક નોંધો સાથે સરખાવી જોતાં બેઉ મળતી આવતી હતી. આ પ્રયોગે બાળકોના આગલા જન્મ સાથેની મજબૂત કડીનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો. બેહોશી- ‘કોમા’માંથી બહાર આવેલા ૫૦ જેટલાં દર્દીઓએ ચિકિત્સકોને જણાવ્યું હતું કે તેમણે શરીરથી અલિપ્ત થઈ ગયાની લાગણીનો અનુભવ કર્યો હતો. તેમણે જુદા શરીરમાં જુદી વયના હોવાની અસર અનુભવી હતી. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વિવિધ સ્થળોએ આ દર્દીઓને જે અનુભૂતિઓ થઈ છે, તેનાં દસ્તાવેજો તૈયાર થઈ રહ્યાં છે. મનોચિકિત્સામાં માત્ર આ જ જિંદગીનો જ ભૂતકાળ નહિં, પણ પૂવર્જન્મોની જિંદગીના ભૂતકાળની ઘટનાઓ રોગ નિવારણ માટે મદદરૂપ થઈ શકે છે. એક સમયે પુનર્જન્મના સિદ્ધાંતમાં ન માનનાર દર્શનોને ‘નાસ્તિક’ કહેવામાં આવતા. ઈશ્વરને માનનાર ‘આસ્તિક’ દર્શનના લોકો પણ હવે પુનર્જન્મમાં માનતા થયા છે. છતાં કેટલાક ચિંતકો પુનર્જન્મનો ઈન્કાર કરતાં હોવા છતાં એક જ જન્મ છે, એનો સ્વીકાર પણ નથી કરી શકતા. હિપ્નોટીઝમનો અનેક ક્ષેત્રોમાં સફળ ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોટીઝમ દ્વારા ઓપરેશન: ૧૮૪૫માં અંગ્રેજ ડોકટર જેમ્સ ઈસડેઈલ કલકત્તામાં પ્રેકટીશ કરતા હતા. હિપ્નોટીઝમનો અભ્યાસ કર્યો અને એક કેદીનું ઓપરેશન સંમોહનથી બેહોશ કરીને કર્યું. પીડારહિત સફળ સર્જરી! આનો વ્યાપક પ્રભાવ પડયો. બંગાળના ગવર્નરે એમને હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટનો હોદ્દો આપ્યો. અનેક લોકોએ પીડારહિત આપરેશનો કરાવ્યાં. જેમ્સે ૩૦૦ ઉપરાંત મેજર અને સંખ્યાબંધ નાના ઓપરેશનો કર્યા. અંગ્રેજ ડોકટરોએ એમના કાર્યની પૂરી કદર નહિં. પછી તો એ ભારત છોડી ગયા. આજ અરસામાં કલોરાફોર્મની શોધ થઈ. વીસ વર્ષ મોડી શોધ થઈ હોત, તો હિપ્નોટીઝમનો એનેસ્થેસીઆ તરીકેના ઉપયોગમાં વ્યાપક સંશોધનો થાત. હિપ્નોટીક સર્જરી આજે પણ વિશ્વના ઘણા દેશોમાં થાય છે. સ્પેનમાં એક સ્ત્રીના પગની ગંભીર સર્જરી સ્વ-સંમોહનથી થઈ. જે ટી.વી. પર બતાવવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ, રમણ મહર્ષિની સર્જરીઓ શીશી સુંઘાડયા વગર થઈ હતી. પોતાની સંકલ્પ શકિતએ સ્વસંમોહનની કામગીરી બજાવી હશે. હિપ્નોટીક સર્જરીનો એક મહત્વનો લાભ એ છે કે ઓપરેશન પછી રૂઝ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148