Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 128
________________ ૧૨૧ જલ્દી આવે છે, પીડા ઓછી રહે છે, અને ઠરાવિક સાઈડ ઈફેક્ટસ પણ થતી નથી. ડૉ. જેમ્સ તો એકાદ મણ જેવડી મોટી ગાંઠનું ઓપરેશન પણ સફળતાપૂર્વક કર્યું હતું. ગુનાખોરીમાં પણ હિપ્નોટીઝમનો ગેરઉપયોગ થાય છે. ન્સમતા રતીય સંસ્કૃતિની બે પ્રધાન વિચારધારાઓ: બ્રાહ્મણ સંસ્કૃતિ I અને શ્રમણ સંસ્કૃતિ. એક બ્રહ્મ પર આધારિત છે, બીજી સમ” પર. સમ + સ + કૃતિ = સંસ્કૃતિ, સમભાવપૂર્વકની કૃતિ એટલે સંસ્કૃતિ, સમભાવનો અભાવ એટલે વિકૃતિ. શ્રમણ પરંપરાના કેન્દ્રમાં રહેલું તત્ત્વ સમ’ છે. સામ્યભાવના પ્રાણરૂપ છે. એના ઉપાસકો ‘સમન” કે “સમસ” સંસ્કૃતમાં શમન અને શ્રમણ કહેવાયા. સમ એટલે સમતા, સમભાવ, સમદ્રષ્ટિ, સમદર્શિતા, સમત્વ, સામભાવના, સમન્વય, શ્રમ, સમલક્ષિતા, સંતુલન, સમબુદ્ધિ, સમુત્કર્ષ અને વિશેષ અર્થ છે: સમત્વ, મનની સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા અને અહિંસકપણું. સમતા એટલે સારા કે નરસા પ્રસંગે, અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં, સજજન કે દુર્જન સાથેના વ્યવહારમાં, સુખ-દુ:ખ, હર્ષ-શોક, નિંદા-સ્તુતિ, હાર-જીત, માન-અપમાન, લાભ-હાનિ, જીવન-મૃત્યુ, તમામમાં સ્વસ્થતાપૂર્વક સમતા ધારણ કરવી. આવા ધંધોથી પર રહી શકનાર વિમુકતા:” પરમપદને પામે છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે. ૧. અદ્યાત્મ, ૨. ભાવના. ૩. ધ્યાન, ૪. સમતા અને પ. વૃત્તિ. યોગ એટલે પરમતત્વ સાથેનું અનુસંધાન. સમતા સાથે ચિત્તને જોડવું, તે સમાયોગ. મોહ અને ક્ષોભથી રહિત અવસ્થા, તે સમત્વ છે. આનંદધનજીએ લખ્યું છે. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્રેષ, અખેદ, અર્થાત્: ભય અહમાંથી જન્મે છે. અહમનો લોપ થાય, તો અભય પ્રગટે, કીર્તિ, સંપત્તિ, કષાયો પર અંકુશ રાખીએ તો અદ્દેષ પ્રગટે. અભય અને અદ્વેષના ગુણોમાંથી અખેદ અને સાત્વિક આનંદ પ્રગટે. આ ત્રણે દ્વારા સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય. વૃતિનિરોધ એ અભ્યાસ છે. સમત્વની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. જે સમત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148