Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૬ પવિત્ર ન થાય. પ્રમાદ, વધુ પડતું ભોજન, અતિનિદ્રા, વિષયોનું સેવન શરીરને અપવિત્ર બનાવે છે. હિંસા શરીર પ્રત્યે પણ આચરી શકાય. શરીર અપ્રતિમ સાધન છે. બાહ્ય તપ, શારીરિક સ્તરના તપથી, નિગ્રહથી, મનના તપ- આત્યંતર તપની ભૂમિકા બંધાય છે. મનની શુદ્ધિ એટલે શુદ્ધ વિચાર, પ્રસન્નતા, સૌમભાવ, મૃદુ વાણી, મૌન, સંયમ અને ભાવશુદ્ધિ. ધનની શુદ્ધિ એટલે માત્ર પૈસો જ નહિં. પૈસા પણ અકલંકિત ન્યાયપૂર્ણ ઉપાર્જિત હોય. માલિકીભાવથી મુકત હોય, સંવિભાગ પ્રગટે, ઉપરાંત પોતાની પાસે જે સત્તા, પ્રતિષ્ઠા, સાધનો, શકિત હોય, જેમાંથી કેટલાક પૈસા વડે મેળવેલાં હોય, તે સઘળું શુદ્ધ હોય. સત્વસંશુદ્ધિ એટલે વિચારશુદ્ધિ, ભાવનાશુદ્ધિ, સાધનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ. કેદારનાથે વ્યવહારશુદ્ધિ પર ખૂબ ભાર મૂકેલો. સત્વસંશુદ્ધિ એટલે પોતાની તમામ નાનીમોટી ક્રિયાઓ, મનમાં ઉઠતાં તરંગો વાસનાઓ, ઈચ્છાઓ પ્રત્યે સતત જાગરૂક રહી, તેમને નિર્મળ કરવાની પ્રક્રિયા. વાસણ માંજીમાંજી જેમ ચકચકિત કરીએ એટલી જ નિષ્ઠાથી બાહ્યાંતર શુદ્ધ બનીએ, વિચાર વર્તન પવિત્ર રાખીએ, તો રોગને કોઈ આવકાર Hospitality, મહેમાનગતી મળતી નથી. વિલે મોઢે એ પાછું ફરે છે. આરાધનાનું માધ્યમ માણસને મૃત્યુ પાડવતું નથી, શરીર પરનો આસકિત ભાવ રડાવે છે. સંત તિરુવલ્લુવર કહેતા: આ ક્ષુદ્ર શરીરમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈચ્છા કરતો હશે? શું એને પોતાનું શાશ્વત નિવાસ સ્થાન નહિં હોય? (કુરળ પ્ર. ૩૪, ઋચા ૩૩૯-૩૪૦). સંત તુલસીદાસે કહ્યું છે. શરીરમાધું ધર્મસ્ય ખલુ સાધનમ્. ધર્મ આરાધના શરીરના માધ્યમથી જ થઈ શકે છે, જે મૃત્યુથી મુક્તિ અપાવે છે. મુકિતનો અર્થ : એટલે મૃત્યુથી મુકિત. મૃત્યુથી મુકત થનાર જન્મથી પણ મુકત થઈ જાય છે. બહુના” જન્મનાને બહુ જન્મના અંતે પ્રાપ્ત થાય એવી દશા છે. દેહ એજ પ્રભુનું મંદિર છે. મુકિતનું દ્વાર છે. જેના વડે ઊંચામાં ઊંચુ કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવ શરીર છે. ધર્મ અર્થે શરીરનો ઉપયોગ એજ સંસિદ્ધિ, પરમસિદ્ધિ છે. શરીર એક અદ્ભુત યંત્રણા છે. શરીરની ખૂબીઓનો પાર નથી. વિજ્ઞાનીઓ હજી શરીરના રહસ્યને પૂરું સમજી શકયા નથી. શરીરના તપનું મહત્ત્વ ઘણું છે કારણ કે મનના તપ માટેની ભૂમિકા શારીરિક તપ દ્વારા રચાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148