Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 134
________________ ૧૨૭ એક દ્રષ્ટિએ શરીર સરવાળે તો માટી જ છે, પણ સાધના અર્થે મહામૂલ્યવાન છે. પાંચ ઈન્દ્રિયોનો વિષ્યો મર્યાદિત છે. જયારે મનના વિષયો અમાપ છે. sil 242lee sådl: 'BODY HAS ONLY NEEDS. MIND HAS DESIRES. શરીરને માત્ર જરૂરિયાત હોય છે. એષણાઓમનને હોય છે. શરીર પોતાની જરૂરિયાતો બરોબર સમજે છે. શરીર સમજદાર છે, જયારે મન ઉટપટાંગ છે. શરીર અનેક ઉણપો ચલાવી લે છે. બે લોટા પાણીની તરસ હોય, તો એક લોટાથી પણ નિભાવી લે છે. ચાર રોટલીની ભૂખ હોય, તો બે રોટલીથી પણ ચાલે. સૂવા માટે છ ફૂટની જગા ને બદલે ચાર ફૂટની જગામાં સંકોચાઈને પણ ઉંઘી શકે છે. પંખા વગર પણ ચલાવી લે છે. શરીર સંયત થઈ શકે છે. પણ મનને માટે કઠિન છે. શરીર જમીન પર સૂઈ શકે છે. દિવસોના દિવસો કે મહિનાઓ આહાર વિના ચલાવી લે છે. અનેક વિષમ વિપરિત સંજોગોમાં પણ શરીર સ્વસ્થ, સક્ષમ રહેવાનો ભગીરથ પુરુષાર્થ કરે છે. શરીર ભાંગી નથી પડતું, પણ મન ભાંગી પડે છે. શરીરને ખરાબ આદત પાડનાર મન જ છે. શરીર પ્રતિકાર કરે છે, વિરોધ નોંધાવે છે, પણ આસકત મન કોઈ લક્ષ આપતું નથી. માનવીનાં ઘણા અનાચાર, અતિક્રમણ શરીર ભડવીરની જેમ સહી લે છે. Body tries to Survive. અહિંસા જૈન દર્શનની તો પ્રકૃતિ જ અહિંસા છે. અહિંસા સર્વોપરિ સદગુણ છે. બીજા વ્રત તેને પોષવા માટે છે. સંતતિરુવલ્લુવરે અહિંસાને સત્યથી ચડિયાતું ગયું છે. ગાંધીજીએ લખ્યું છે. અહિંસા વિના સત્યની શોધ અસંભવ છે. પાંચ મહાવ્રતો અંગીકાર કર્યા વિના સત્યની શોધના પ્રયોગમાં ન પડવું, વધારે સારું થાય: શૌર્યની આખરી હદનું બીજું નામ અહિંસા છે. હિંસા એ કાયરનું છેલ્લું આશ્રય સ્થાન છે. તમામ કૂરતા નબળાઈમાંથી નીપજે છે. માનવી પ્રકૃતિથી દયાવાન છે. એનામાં નિસર્ગદર કરુણાનો સ્ત્રોત છે. અહિંસા સહજ છે. હિંસા કેળવવી પડે છે. જૈનદર્શન મુજબ સર્વ પ્રાણીઓ જીવસત્તાએ સમાન છે. માત્ર વિકાસની દ્રષ્ટિએ ભેદ છે. કોઈ પ્રાણીની હિંસા તો ન કરવી, પણ હિંસામાંથી ઉગારવો, આપણી ફરજ છે. જૈનધર્મે ખૂબ કઢતા અને મકકમતાથી માંસાહારનો સર્વથા નિષેધ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148