Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 136
________________ ચાર્લ્સ ડારવીન, લીયોનાર્ડો વીન્સી, લીયો ટોલ્સટૉય, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, આલ્બર્ટ સ્વાઈત્ઝર, એમર્સન, થોરો, વોલ્ટેર, બેન્જામીન ફ્રેંકલીન, વિલિયમ શેકસપીયર, આઈઝેક ન્યૂટન. એચ.જી. વેલ્સ, વીજીલ અને જયોર્જ બર્નાર્ડ શૉ. બર્નાડ શૉ તો અહિંસાના ચુસ્ત હિમાયતી હતા. એ કહેતા કે પેટને પ્રાણીઓની કબર ન બનાવવી જોઈએ. એમણે બીજા જન્મમાં ભારતમાં જૈન કુળમાં જન્મ લેવાની ઈચ્છા વ્યકત કરેલી. ૧૨૯ રાત્રિ ભોજન ત્યાગ, સાત્ત્વિક આહાર, પેટ ભરી ન ખાવું, અભક્ષ્ય આહાર, માંસ શરાબનો ત્યાગ, પાણી ઉકાળેલું પીવું, વગેરે વ્રતો આરોગ્યની દ્રષ્ટિએ હિતકારી છે. ગાંધીજીએ છેલ્લા ચાલીસ વર્ષ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. નગરપાલિકા પણ રોગના એપિડેમિક વખતે ઉકાળેલું પાણી પીવાની સલાહ આપે છે. રેફ્રીજરેટરનું પાણી નહિં. રેફ્રિજરેટરમાં રાખેલો ખોરાક પણ વાસી જ કહી શકાય. આ તમામ આચારધર્મો શારીરિક અને માનસિક સ્વસ્થતા અર્પે છે. ખૂબીની વાત એ છે કે મહદ્ અંશે માંસાહારીઓ શકાહારી પ્રાણીઓને જ મારીને ખાય છે. માંસ ખાનાર પ્રાણી માંસાહારીને પસંદ નથી. ભવિષ્યમાં કોઈ અહિંના માણસથી પણ વિકસિત અધિમાનવ ધરતી પર આવે, અને તે જો માંસાહારી હોય, તો નિમ્નકક્ષાના ધરતીના માંસાહારી માનવીને ખાવા માટે ત્યાજય ગણે ! દુનિયાની વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં દર વર્ષે એક કરોડ પ્રાણીઓને રિબાવવામાં આવે છે, માત્ર દવાના સંશોધન માટે નહિં, પણ સૌંદર્ય પ્રસાધનો માટે. ઉપરાંત દસ કરોડ પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે, આહાર માટે, અને બંદુકની ગોળીની અસર તપાસવા માટે પણ મારવામાં આવે છે. હિંસાયુકત પ્રસાધનો વાપરી ન શકાય. ૧૫૦૦ કોસેટોના જીવ હરણ કરી બનેલી એક રેશમની સાડી કેમ પહેરી શકાય ? ફૂલ તોડી, પ્રસાધન માટે, સુશોભન માટે, લગ્ન માટે કે કોઈપણ કારણસર કેમ વાપરી શકાય ? શ્રીમદ્ કહેતા ‘પુષ્પ પાંખડી જયાં દુભાય, જિનવરની નહિં ત્યાં આજ્ઞાય.' વાઘ આપણો ખોરાક- દાળ- ભાત નથી ખાતો, પણ આપણે એનો ખોરાક ખાઈએ છીએ ! બ્રસેલ્સ વિશ્વવિદ્યાલયના દસ હજાર વિદ્યાર્થીઓ પરના પ્રયોગોમાં જણાયું કે છ મહિના બાદ શાકાહારી જૂથમાં વધુ તેજસ્વિતા હતી. તેમજ દયા, ક્ષમા, પ્રેમ, બળ, સહનશીલતા વિ. ગુણો વિશેષરૂપથી પ્રગટ થયાં. યારે માંસાહારી જૂથમાં ક્રોધ, ભીરૂતા જેવી વૃત્તિઓ વિકસી. શાકાહારીઓની આત્મિક અને માનસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148