Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 138
________________ જ માગતો નથી. પ્રાર્થના એ ભીખ કે યાચના નથી, એ તો છે સમર્પણ.’’ મહાભારતમાં કહ્યું છે : માનસ સર્વભૂતાનાં ધર્મમાહૂનીષિણ: તસ્માત્સર્વ ભૂતેષુ મનસા શિવમાચરેત્. મન જ ધર્મનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી મન દ્વારા તમામ પ્રાણીઓનું શુભ ચિંતન કરવું જોઈએ. ફ્રાન્સના સમુદ્ર તટ પર દરેક માછીમાર હોડી ઝૂકાવતાં પહેલાં એક ખૂબ જ પ્રાચીન પ્રાર્થના કરતો રહે છે. ‘હે ભગવાન, તારો સમુદ્ર આટલો વિશાળ છે અને મારી નૌકા આવડી નાનકડી છે.' બસ! આ પ્રાર્થના આટલી અમથી જ છે. કદાચ લોકો એને પ્રાર્થના ન ગણે. પરંતુ બધી પ્રાર્થનાઓનો આધાર અને સાર પામી શકાય છે - મનુષ્યનું ઈશ્વર સન્મુખ સજાગ થઈને ઉભા રહેવું! ૧૩૧ પ્રાર્થના એ અમૂર્ત કે આભાસી વિભાવના નથી, એનો નકકર પરિણામો આવે છે, વૈજ્ઞાનિક રીતે ચકાસી શકાય છે. અમેરિકાના ડૉ. એન્થની સેટિલારો પોતે એક હોસ્પિટલના વડા હતા. પોતે અને પિતા બેઉ કેન્સરથી પીડાતાં હતાં. પિતાની અંતિમક્રિયા કરી પાછા વળતાં બે ઝીંથરાવાળા જીન્સ પહેરેલાં યુવકોએ લિફ્ટ માગી. એમાનો એક મેકલીન ડૉ. એન્થનીની બાજુમાં બેઠો. વાતચીતમાં એન્થનીએ પિતાના અને પોતાના કેન્સરની વાત કરતાં કહ્યું. ‘હું પણ કેન્સરથી મૃત્યુ તરફ ઘસડાઈ રહ્યો છું.' વીર યોદ્ધાના મિજાજમાં મેકલીન બેઠો થઈ ગયો. ‘કોઈ જરૂર નથી કેન્સરથી મરવાની ડૉકટર! કેન્સર મટાડવું અઘરૂં નથી.’ ડૉકટર ચકિત થઈ ગયા. બેઉ યુવકો બોસ્ટનની નૈસર્ગિક આહાર પદ્ધતિની પરીક્ષા પાસ કરી પાછા ફરી રહ્યાં હતાં. મેક્રોબાયોટિક આહાર અને ધર્મક્રિયા એ બે શ્રદ્ધા પાત્રોને ડૉ. એન્થની વળગી રહ્યા અને કેન્સરમાંથી મુકત થઈ ગયાં. મેક્રોબાયોટિક આહાર એટલે ચરબીનો ત્યાગ, મીઠું, મરચું, મરીમસાલા અને તળેલાં ખાઘો છોડવાં જોઈએ. પોલીશ કરેલા અનાજો, સાકર, મેદાના પાઉં, રસાયણોમાં પેક કરેલાં ટીનના ખાઘો છોડવાં જોઈએ. તેને બદલે નૈસર્ગિક આહાર નેચરોપથીનો આહાર, રાંધ્યા વિનાનો કાચો આહાર, ફણગાવેલા અનાજ, કાચાં શાકભાજી, જવારાનો રસ, લીલું કોપરું, તલ, ખજુર, બદામ, દ્રાક્ષ, ફળો, ફળોના રસ વગેરે લેખાવી શકાય. શરીરમાંના ટોકસીનો બહાર ફેંકાવા જોઈએ. પવનાર-વિનોબા આશ્રમના સુશીલા અગ્રવાલે અપાર શ્રદ્ધા, ઉચિત આહાર અને તત્વ અધ્યયન તેમજ પ્રાર્થના ભકિતથી જ કેન્સર જેવા રોગથી વૈશ્વિક શકિત કામે લગાડી બચી ગયાં. એમણે લખ્યું છે: ‘એવો કોઈ રોગ નથી જે પ્રકૃતિમાતાને શરણે જવા છતાં ન મટે' પ્રકૃતિ તરફ પાછા ફરવાનો સૌથી ટૂંકો રસ્તો છે: પ્રાર્થના: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148